અગરતલાઃ BJP MLA Watching Porn in State Assembly:  વિધાનસભા, જ્યાં રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોનું જીવન સરળ બનાવવા નિયમો બનાવે છે, કોઈપણ મુદ્દા પર ચર્ચા થાય છે પરંતુ આ સ્થળ પર એક ધારાસભ્ય પોર્ન જોતા પકડાયા. મામલો ત્રિપુરાનો છે, જ્યાં ભાજપે તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં જીત મેળવી. ત્રિપુરા વિધાનસભામાં ભાજપના એક ધારાસભ્ય પોર્ન વીડિયો જોતા ઝડપાયા હતા. ધારાસભ્ય આરામથી પોતાના ટેબમાં પોર્ન જોઈ રહ્યા હતા, જેનો પાછળથી કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિધાનસભામાં પોર્ન જોનાર ધારાસભ્યનું નામ જાદબ લાલ નાથ છે. જદબ લાલ નાથ ત્રિપુરાના બાગબાસા મત વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય છે. તાજેતરમાં ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. જ્યાં તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાને બદલે પોર્ન જોતા પકડાયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP MLAએ વિધાનસભામાં જોયું પોર્ન, વીડિયો વાયરલ
વિધાનસભામાં પોર્ન જોતા ભાજપના ધારાસભ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે આ ઘટના 27 માર્ચ, સોમવારે બની હતી. પરંતુ હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઈન્ડિયા ટુડે નોર્થ ઈસ્ટના એક અહેવાલ અનુસાર, જાદબ લાલ નાથ વિધાનસભા સત્ર દરમિયાન તેમના ટેબલેટ પર પોર્ન જોઈ રહ્યા હતા ત્યારે કોઈએ તેમની પાછળથી વિડિયો શૂટ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


ઈન્દોરમાં રામનવમી પર મોટી દુર્ઘટના : મંદિરમાં કૂવાની છત તૂટતાં 14નાં મોત


ગૃહમાં પોર્ન જોવા પર ભાજપે શું કહ્યું?
ત્રિપુરા બીજેપી અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ કહ્યું કે અમને ગઈકાલે રાત્રે મીડિયા દ્વારા આ વિશે ખબર પડી. મેં રાત્રે જાદબ લાલ નાથ સાથે પણ વાત કરી હતી. પાર્ટી વતી તેમને નોટિસ પણ આપવામાં આવશે. અમે તેમની પાસેથી ખુલાસો માગીશું. બીજી તરફ ધારાસભ્ય જાદબ લાલનું કહેવું છે કે આ એક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે. તે આ અંગે પોતાનો ખુલાસો પાર્ટીને આપશે.


આવો જ એક કિસ્સો 2012માં કર્ણાટકમાં સામે આવ્યો હતો.
વિધાનસભામાં પોર્ન જોવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા કર્ણાટકમાંથી આવી શરમજનક ઘટના સામે આવી હતી. 2012માં કર્ણાટક વિધાનસભાની ભાજપ સરકારના બે મંત્રીઓ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોતા જોવા મળ્યા હતા. તત્કાલિન સહકાર મંત્રી લક્ષ્મણ સાવદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી સીસી પાટીલ ગૃહમાં પોર્ન જોતા હતા. મામલો સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube