લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં જે પેટાચૂંટણી થઈ રહી છે તે અગાઉ જ પ્રદેશના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે. રાજકુમારી રત્ના સિંહે હાલમાં જ સીએમ યોગીની અધ્યક્ષતામાં ભાજપની સદસ્યતા મેળવી. હવે રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહ (Aditi Singh)એ 17 ઓક્ટોબરના રોજ સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. આ એ જ આદિતિ સિંહ છે જેમના માટે એવું કહેવાતું હતું કે તેઓ જ રાહુલ ગાંધીની દુલ્હન બનશે. જો કે આ તો માત્ર એક અટકળ બનીને રહી  ગઈ. સીએમ સાથે અદિતિ સિંહની મુલાકાત બાદ રાજકારણમાં ફરી એક વાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે પાર્ટીથી નારાજ અદિતિ સિંહ ભાજપમાં જોડાશે કે શું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન અદિતિ સિંહે સીએમ યોગીના ખુબ વખાણ પણ કર્યાં. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિકાસ કાર્યોને લઈને હંમેશા તત્પર રહે છે અને વિપક્ષના ધારાસભ્યોને પણ વિકાસના મુદ્દે પૂરેપૂરું મહત્વ આપે છે. 


અદિતિ સિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના વિધાનસભા ક્ષેત્રના વિકાસ કાર્યોના મુદ્દે જ સીએમ યોગી આદિત્યનાથને મળવા માટે આવ્યાં હતાં. આ બાજુ અદિતિ સિંહને કોંગ્રેસે આપેલી કારણ બતાવો નોટિસ અંગે પૂછ્યું તો તેમણે તેને પાર્ટી અને પોતાનો અંગત મુદ્દો ગણાવી દીધો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...