આંધ્રપ્રદેશઃ જિલ્લાનું નામ બદલવા પર લોકોએ મંત્રીનું ઘર સળગાવ્યું, હિંસામાં અનેક ઈજાગ્રસ્ત
આંધ્ર પ્રદેશના અમલાપુરમ શહેરમાં નવા જિલ્લાને લઈને હિંસા ભડકી ઉઠી છે. આ દરમિયાન પરિવહન મંત્રીના ઘરમાં આગચાંપી અને તોડફોડ કરવામાં આવી.
હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં નવા જિલ્લા કોનાસીમાનું નામ બદલીને બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લા કરવાના પ્રસ્તાવ વિરુદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળ્યો છે. આ પ્રસ્તાવ વિરુદ્ધ મંગળવારે જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસના લાઠીચાર્જ બાદ રાજ્યના અમલાપુરમ શહેરમાં હિંસા ભડકી ઉઠી છે. ગુસ્સે થયેલા લોકોએ પરિવહન મંત્રી પિનિપે વિશ્વરૂપુના ઘરમાં આગ લગાવી દીધુ છે. પરંતુ મંત્રી અને તેમના પરિવારજનોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા હતા.
અનેક પોલીસકર્મીને થઈ ઈજા
પોલીસના લાઠીચાર્જ બાદ ભડકેલા પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ઘણા પોલીસકર્મીઓને ઈજા થઈ છે. પ્રદર્શનકારીઓએ શહેરમાં એક શિક્ષણ સંસ્થાની બસ અને ગાડીમાં પણ આગ લગાવી દીધી છે. રાજ્યના ગૃહમંત્રી તાનેતી વનિતાએ કહ્યુ કે, કેટલીક રાજકીય પાર્ટી અને અસામાજિક તત્વોએ ભડકાવ્યા છે. તેમણે કહ્યું- આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 20 જેટલા પોલીસકર્મીઓને ઈજા થઈ છે. તેમણે કહ્યું કે, અમે હુમલાની તપાસ કરીશું અને દોષીતોને સજા મળશે.
26 મેએ પીએમ મોદી ચેન્નઈ-હૈદરાબાદના પ્રવાસે, 31 હજાર કરોડની પરિયોજનાઓની આપશે ભેટ
જિલ્લાનું નામ યથાવત રાખવાની માંગ
સરકારના નોટિફિકેશન બાદ કોનાસીમા સાધના સમિતિએ નામ બદલવાનો પ્રસ્તાવ પર વિરોધ નોંધાવ્યો અને જિલ્લાનું નામ કોનાસીમા જ યથાવત રાખવાની માંગ કરી હતી. સમિતિએ મંગળવારે જિલ્લાધિકારી હિમાંશુ શુક્લાને જિલ્લાનું નામ બદલવા વિરુદ્ધ આવેદન આપવાનો પ્રયાસ કરતા પ્રદર્શન કર્યુ હતું. પોલીસે આ પ્રદર્શનને રોકવાનો પ્રયાસ કર્યો તો પ્રદર્શનકારીઓ ઉગ્ર થઈ ગયા અને ત્યારબાદ આગજનીની ઘટનાઓ સામે આવી હતી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube