શ્રમિકોને લઇને વિવાદ! યોગી આદિત્યનાથના નિવેદન બાદ રાજ ઠાકરેનું આવ્યું રિએક્શન
કોરોના મહામારી (Corona Pandemic)ના બેકડ્રોપમાં પરપ્રાંતીય રાજકારણ શરૂ થઈ ગયું છે. પરપ્રાંતીય રાજકારણનો સૌથી મોટો ચહેરો રાજ ઠાકરે (Raj Thackeray)એ તેમાં ઝંપલાવ્યુ છે. દેશના અલગ અલગ ભાગમાંથી પોતાના ઘરે પરત ફરી રહેલા ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના શ્રમિકોને લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ના એક નિવેદન પર મોટો વિવાદ થયો છે.
મુંબઇ: કોરોના મહામારી (Corona Pandemic)ના બેકડ્રોપમાં પરપ્રાંતીય રાજકારણ શરૂ થઈ ગયું છે. પરપ્રાંતીય રાજકારણનો સૌથી મોટો ચહેરો રાજ ઠાકરે (Raj Thackeray)એ તેમાં ઝંપલાવ્યુ છે. દેશના અલગ અલગ ભાગમાંથી પોતાના ઘરે પરત ફરી રહેલા ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના શ્રમિકોને લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ના એક નિવેદન પર મોટો વિવાદ થયો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જો કોઈ પ્રદેશને યૂપીના શ્રમિકોની જરૂરીયાત હશે તો તેમણે પહેલા યૂપી સરકારની પરવાનગી લેવી પડશે.
આ પણ વાંચો:- 10th-12th Board Exam: સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે તૈયાર થઈ નવી પોલિસી, જાણો શું છે ફેરફાર
હેવ આ વાત પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ એન નિવેદન દ્વારા તેનો જવાબ આપ્યો છે. રાજ ઠાકરેનુ કહેવું છે કે, ઉત્તર પ્રદેશના શ્રમિકો જોઇએ તો ઉત્તર પ્રદેશ સરકારની પરવાનગી લેવી પડશે તો એવામાં આ શ્રમિકોને મહારાષ્ટ્રમાં આવવા માટે તેમને અમારી, મહારાષ્ટ્રની અને મહારાષ્ટ્ર પોલીસની પરવાનગી લેવી પડશે. તેના વગર અહીં કામ કરવા તેઓ આવી શકશે નહીં. આ વાત યોગી આદિત્યનાથને ધ્યાનમાં રાખવી પડશે.
ભારત પાસે છે જબરદસ્ત સિક્રેટ હથિયાર, જો હુમલો થાય તો એક સાથે ચીન-PAKના ભૂક્કા બોલાવી દે
પરપ્રાંતીય બનામ ભૂમિપુત્ર, આ રાજ ઠાકરેનો પ્રિય રાજકીય મુદ્દો રહ્યો છે અને તેમણે પરપ્રાંતીય શ્રમિકો તરફ હિંસક આંદોલન પણ ચલાવ્યું છે. કોરોનાના આ યુગમાં પણ, યોગીના નિવેદનને કારણે તેને તેના ફેવરેટ મુદ્દેા રાજનીતી કરવાની તક મળી છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે લાખો મજૂરો જે મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશ તરફ પ્રયાણ કરે છે, જ્યારે તેઓ સામાન્ય સ્થિતિમાં પાછા ફરે છે ત્યારે તેમને યોગી અને રાજ ઠાકરે વચ્ચેની લડતનો ભોગ બનવું પડી શકે છે. જો રાજ ઠાકરેની રાજકીય હાલાકી એકલા આ મુદ્દાને ન ખાઈ શકે, તો તેના પિતરાઇ ભાઈ અને રાજકીય વિરોધી મુખ્યમંત્ર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેમાં કૂદી પડે તો નવાઈ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube