મુંબઇ : મુંબઇમાં બિસ્માર બનેલા રસ્તાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ખરાબ રસ્તાના વિરોધમાં એમએનએસ કાર્યકર્તાઓએ સોમવારે મોડી રાતે મંત્રાલય તરફ જતા રસ્તાની બંને બાજુની ફૂટપાથ તોડી નાંખી હતી. રસ્તાને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે મોડી રાતે ચાર યુવકોની ધરપકડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇમાં બિસ્માર રસ્તાને કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદના દિવસોમાં રસ્તામાં પડેલા ખાડાને પગલે છાશવારે મોટી ર્દુઘટનાઓ પણ બની રહી છે. કેટલાય લોકો શિકાર બની રહ્યા છે. જેના વિરોધમાં એમએનએસ કાર્યકર્તાઓએ મંત્રાલય સામે વિરોધ પ્રદર્શિત કરવા પાવડા, કોદાળી જેવા સાધનોથી મંત્રાલય તરફના રસ્તાની બંને બાજુની ફૂટપાથ તોડવાનો પ્રયાસ કર્યા હતો. ફૂટપાથ તોડીને તેઓ માટી, પથરાનો ઢગલો રસ્તા પર કરી રહ્યા હતા. 


એમએનએસ કાર્યકર્તાઓ દ્વારા રસ્તાની ફૂટપાથ તોડાતાં થોડી વારમાં જ પોલીસ આવી પહોંચી હતી અને ચાર જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. 


મુંબઇમાં વરસાદની સાથે જ બીએમસી દ્વારા કરાયેલા મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો સામે આવ્યો છે. રસ્તા પર ઠેર ઠેર ગાબડાં તેમજ ખાડા પડી ગયા છે. જેમાં પાણી ભરાઇ રહેતાં લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.