લોકડાઉન: બરેલીમાં ટોળાએ કર્યો પોલીસ પર હુમલો, IPS સહિતના કર્મીઓ ઘાયલ
ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને રોકવા પહોંચેલી પોલીસ ટિમ પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલામાં એક IPS અધિકારી સહિત કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. આ ઘટના ઈજ્જતનગર થાના વિસ્તારના કરમપુર ચૌધરી ગામની છે. પોલીસનો દાવો છે કે, ટોળામાં હાજર કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ ચોકી સળગાવવાની ધમકી પણ આપી છે. પોલીસ પર હુમલા કરનાર લોકોની સંખ્યાં 300 થી 400ની વચ્ચે જણાવવામાં આવી રહી છે.
સુબોધ મિશ્રા, બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને રોકવા પહોંચેલી પોલીસ ટિમ પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલામાં એક IPS અધિકારી સહિત કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. આ ઘટના ઈજ્જતનગર થાના વિસ્તારના કરમપુર ચૌધરી ગામની છે. પોલીસનો દાવો છે કે, ટોળામાં હાજર કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ ચોકી સળગાવવાની ધમકી પણ આપી છે. પોલીસ પર હુમલા કરનાર લોકોની સંખ્યાં 300 થી 400ની વચ્ચે જણાવવામાં આવી રહી છે.
હકિકતમાં, વેરિયર વન ચોકી પોલીસને ઇનપુટ મળ્યા હતા કે, કરમપુર ચૌધરી ગામમાં લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગ્રુપ બનાવી માર્ગો પર ફરી રહ્યાં છે. સાથે જ ગામ્રજનો કેટલાક બહારથી આવેલા લોકોની જાણકારી પણ છુપાવી રહ્યાં છે. ઘાયલ આઈપીએસ અધિકારી અભિષેક વર્માએ જણાવ્યું કે, પોલીસ ટીમ જમાતીઓને શોધવા માટે ગામમાં ગઈ હતી. અહીં લોકો લોકડાઉનનું પાલન નહતો કરી રહ્યાં. જોકે તમાથી કેટલાક લોકોને પકડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ગ્રામ પ્રધાન તસબ્બુર ખાંની ઉશ્કેરણી બાદ ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો અને ચોકીને આગ લગાવવા અને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેની જાણકારી ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરી ટાળોને વિખેરી અને ગામ તરફ ભગાડ્યા હતા.
ઘટનાના સંબંધમાં બરેલી એસએસપી શૈલેશ કુમાર પંડ્યાએ જણાવ્યું કે, બબાલમાં અત્યાર સુધીમાં 43 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી લોકોની ઓળખ કરી કાર્યવાહી કરવામાં આવશે. કોઇને પણ છોડવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ પણ આ અંગે મેળવી જાણકારી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઘાટનાની જાણકારી મેળવી અને ગુનેગારોની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જો કે, હાલમાં કોરોના વોરિયર્સ એટલે કે પોલિસ કર્મીઓ અને સ્વાસ્થ્ય સેવાઓમાં જોડાયેલા લોકો સાથે થઈ રહેલા દુર વ્યવહાર પર યોગી સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. સીએમ યોગીએ આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube