નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીને ફ્રાન્સમાં ટેક્સ માફી થઈ હોવા સંબંધી ફ્રેન્ચ અખબારના રિપોર્ટ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન્સે સ્પષ્ટીકરણ આપ્યું છે કે ટેક્સ સેટલમેન્ટમાં કોઈ ગડબડી થઈ નથી. આ બાજુ રક્ષા મંત્રાલયે પણ રાફેલ ડીલ અને ટેક્સ મામલાને એક સાથે જોડવાના આ મુદ્દાને ગુમરાહ કરતી શરારતી કોશિશ ગણાવી છે. હવે આ મામલે ફ્રાન્સનું પણ નિવેદન આવ્યું છે. દિલ્હી ખાતેના ફ્રાન્સ દૂતાવાસે આ અંગે જણાવ્યું કે ટેક્સ સેટલમેન્ટ સંપૂર્ણ રીતે નિયમ મુજબ અને કાયદેસર હતું, તથા તેમા કોઈ જ રાજકીય હસ્તક્ષેપ નહતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રાન્સે રજુ કર્યો પોતાનો પક્ષ
ન્યૂઝ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા ભારતમાં ફ્રાન્સના રાજદૂતે કહ્યું કે, '2008થી 2012ની સમયમર્યાદા સાથે જોડાયેલા ટેક્સ વિવાદ મામલે ફ્રેન્સ ટેક્સ ઓથોરિટીઝ અને ટેલિકોમ કંપની રિલાયન્સ ફ્લેગ વચ્ચે ગ્લોબલ સેટલમેન્ટ થયું હતું. આ સેટલમેન્ટ સંપૂર્ણ રીતે કાયદેસર અને ટેક્સ એડમિનિસ્ટ્રેશનની સામાન્ય પ્રેક્ટિસને ચલાવનારી નિયમનકારી જોગવાઈઓ હેઠળ હતું. તેમાં કોઈ પણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપનો વિષય નહતો.'


રાફેલ ડીલ પછી અનિલ અંબાણીના રૂ.1125 કરોડનો ટેક્સ માફ કરાયોઃ ફ્રાન્સના અખબારનો દાવો
ફ્રાન્સના અખબાર લી મૂંદના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ફ્રાન્સે રાફેલ ડીલની જાહેરાત બાદ અનિલ અંબાણીની કંપનીનો 14.37 કરોડ યુરો (રૂ.1,125 કરોડ)નો ટેક્સ માફ કરી દીધો હતો. લી મૂંદમાં શનિવારે પ્રકાશિત રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત દ્વારા 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાતના થોડા મહિના પછી 2015માં જ ફ્રાન્સની સરકારે રિલાયન્સ કમ્યુનિકેશનની ફ્રાન્સમાં રજિસ્ટર્ડ ટેલિકોમ સબસિડિયરી કંપનીનો ટેક્સ માફ કર્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...