નવી દિલ્હી: ભારતમાં મોડર્નાની રસીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી 18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે. મોડર્નાએ ભારતમાં પોતાની કોવિડ-19 રસી માટે મંજૂરી માંગી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેને લઈને સિપ્લાએ રસીના ઈમ્પોર્ટ અને માર્કેટિંગ ઓથોરાઈઝેશન માટે અરજી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડર્નાની રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
મોડર્નાએ એ પણ જણાવ્યું છે કે અમેરિકી સરકારે ભારત સરકારને 'કોવેક્સ' ના માધ્યમથી કોવિડ રસીના ડોઝ દાન કરવા માટે સહમતિ આપી છે. જે નિશ્ચિત સંખ્યામાં હશે. આ રસી માટે CDSCO (કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન) પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. 


CDSCO ગમે તે સમયે આપી શકે છે મંજૂરી
સિપ્લાએ અમેરિકી દવા કંપની તરફથી રસીના ઈમ્પોર્ટ અને માર્કેટિંગ માટે અરજી કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ CDSCO ગમે તે સમયે મંજૂરી આપી શકે છે. 


સિપ્લાએ સોમવારે એક અરજી કરીને મોડર્નાની રસીની આયાત માટે મંજૂરી માંગી હતી. જેમાં DCGI ના 15 એપ્રિલ અને એક જૂનની નોટિસનો હવાલો આપવામાં આવ્યો હતો. આ નોટિસમાં કહેવાયું હતું કે જો રસીને ઈયુએ માટે યુએસએફડીએ દ્વારા મંજૂરી અપાય છે તો રસીને 'બ્રિઝિંગ ટ્રાયલ' વગર માર્કેટિંગ ઓથોરાઈઝેશન આપી શકાય છે. 


Uttarakhand સરકારનો 'યુ-ટર્ન', ચારધામ યાત્રા પર આગામી આદેશ સુધી રોક લગાવી


વધુમાં વધુ લોકોને વેક્સીનેટ કરવાનો લક્ષ્યાંક
આ બાજુ કોરોનાના કેસ પર સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે છેલ્લા 6 મહિનાથી રસી ઉપલબ્ધ છે. આથી કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીને વધુમાં વધુ લોકોને વેક્સીનેટ કરીને આવનારા સમયમાં આપણે કોરોના સામે સફળતા મેળવી શકીએ છીએ. 


ડો.હર્ષવર્ધને કહ્યું કે હજુ કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી. દિલ્હીમાં કેસ ઓછા થયા છે પરંતુ અમારો દોઢ વર્ષનો અનુભવ કહે છે કે આપણે કોઈ પણ સંજોગોમાં બેદરકાર બનવું જોઈએ નહીં અને આરામથી બેસવું જોઈએ નહીં. 


Supreme Court માંથી પ્રવાસી મજૂરોને મોટી રાહત મળી, કોવિડ-19 સ્થિતિ રહે ત્યાં સુધી ફ્રી રાશન આપવાના નિર્દેશ


બીજી લહેરમાં 40 ગણા વધુ મૃત્યુ
અત્રે જણાવવાનું કે દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછો થઈ ગયો છે. પરંતુ પહેલી અને બીજી લહેરને લઈને કરાયેલા એક સ્ટડીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સ્ટડીમાં એ વાતનો ખુલાસો થયો છે કે કોવિડ 19ની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા પહેલી લહેરની સરખામણીમાં 40 ગણી વધારે હતી. 


મેક્સ હોસ્પિટલે પોતાની 10 હોસ્પિટલોનો ડેટા મેળવીને એક મહત્વના સ્ટડી દ્વારા એ દેખાડવાની કોશિશ કરી છે કે પહેલી અને બીજી લહેરમાં શું ફરક હતો. કોરોના વાયરસની બીજી લહેરમાં 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં વધુ મોત જોવા મળ્યા. આ ઉપરાંત સ્ટડીમાં બીજી પણ કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે. 


Corona Update: 102 દિવસ બાદ ભારતમાં 40 હજાર કરતા ઓછા નવા કેસ, મોતનો આંકડો પણ ઘટ્યો


સ્ટડીમાં એ વાત પણ સામે આવી છે કે કોરોના વાયરસનો ભોગ બનીને જીવ ગુમાવનારા લોકોમાં ડાયાબિટિસના દર્દી વધુ હતા. આ ઉપરાંત બંને લહેરમાં પુરુષોની સંખ્યા વધુ રહી. તથા બંને લહેરમાં સ્ટેરોઈડનો ઉપયોગ સરખો થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube