શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર પહોંચનાર મોદી પ્રથમ PM બન્યા, ગુજરાત સાથે મીરા અને ભગવાન કૃષ્ણના સંબંધ વિશે જણાવ્યું
ઉત્તરપ્રદેશના મથુરામાં બ્રજરસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દેશના પ્રધાનમંત્રી ગુરૂવારે મથુરા પહોંચ્યા અને જન્મસ્થાન પહોંચી પૂજન-અર્ચન કર્યું. ત્યારબાદ બ્રજરસ મહોત્સવમાં સામેલ થયા હતા. અહીં મોદીએ બ્રજવાસિઓનું રાધે રાધેથી અભિવાદન કર્યું હતું.
મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં ગુરૂવારે બ્રજરસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મથુરા પહોંચ્યા હતા. સૌથી પહેલા પીએમ મોદી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ગયા અને પરિસરમાં ફર્યા બાદ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને વિવાદવાળી જગ્યા વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સિવાય પીએમ મોદી શ્રીકૃષ્ણ જન્મભૂમિ પહોંચનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા છે. આ પહેલા કોઈ પ્રધાનમંત્રી શ્રીકૃષ્ણ જન્મભૂમિ ગયા નથી. જન્મભૂમિમાં દર્શન પૂજન બાદ પીએમ મોદી બ્રજરસ મહોત્સવમાં પહોંચ્યા હતા.
બ્રજરસ મહોત્સવમાં પીએમ મોદીએ રાધે રાધે... જય શ્રીકૃષ્મથી બ્રજવાસિઓનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન કૃષ્ણથી લઈને મીરાબાઈ સુધી ગુજરાત સાથે અલગ સંબંધ રહ્યો છે. મથુરાના કાન્હા ગુજરાત જઈને દ્વારકાધીશ બન્યા હતા અને મીરાની ભક્તિ વગર વૃંદાવન પૂર્ણ થતું નથી. તેનો અંતિમ સમય ગુજરાતમાં પસાર થયો હતો.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર ફોટો શેર કર્યો, જેમાં લખવામાં આવ્યું કે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દિવ્ય પૂજનનું સૌભાગ્ય મળ્યું. બ્રજના કણ-કણમાં વસેલા ગિરધર ગોપાલના મનોહારી દર્શને ભાવ-વિભોર કરી દીધો. મેં તેમને દેશભરના બધા પરિવારજનો માટે સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી.
આ પણ વાંચોઃ પનોતી' નિવેદન આપી ફસાયા રાહુલ ગાંધી, ચૂંટણી પંચે નોટિસ ફટકારી જવાબ માંગ્યો
પીએમ મોદીએ કહ્યુ કે આજે આઝાદીના અમૃતકાળમાં પ્રથમવાર દેશ ગુલામીની માનસિકતામાંથી બહાર આવી ગયો છે. તેમણે મીરાબાઈ જન્મોત્સવને સંબોધિત કરતા કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત સંત મીરાબાઈની 525મી જન્મજયંતિના ઉત્સવમાં સામેલ થવુ મારા માટે સૌભાગ્યની વાત છે.
આ પહેલા સ્થાનીક સાંસદ અને બોલીવુડ અભિનેત્રી હેમા માલિનીએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને તેમને મીરાબાઈની પ્રમિતા ભેટ કરી. આ પ્રસંગે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. પીએમ મોદી રહસ્યવાદી કવિ અને ભગવાન કૃષ્ણના ભક્તની 525મી જયંતિ મનાવવા માટે આયોજીત કરવામાં આવેલા મીરાબાઈ જન્મોત્સવમાં ભાગ લેવા ગુરૂવારે અહીં પહોંચ્યા હતા. આ કાર્યક્રમ મીરાબાઈની યાદમાં વર્ષભર ચાલનારા કાર્યક્રમોની શરૂઆતનું પ્રતીક હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube