નરેન્દ્ર મોદી દેશના બીજા એવા પ્રધાનમંત્રી છે જેમણે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત દેશના અનેક રાજનેતાઓ, અભિનેતા, અને પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં પોતાની ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી પદના શપથ લીધા. એવા કેટલાક નેતાઓ વિશે પણ જાણીએ જેમણે મોદી કેબિનેટમાં હેટ્રિક લગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિરિરાજ સિંહ
બિહારના બેગુસરાયથી સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહ મોદી કેબિનેટમાં સતત ત્રીજીવાર શપથ લેનારા બિહારના એકમાત્ર સાંસદ છે. તેઓ 2014ના મોદી કાર્યકાળમાં કેન્દ્રમાં રાજ્યમંત્રી હતા. જ્યારે 2019માં તેમને પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન વિભાગનો કાર્યભાર હતો 


રાજનાથ સિંહ
લખનઉથી લોકસભા સાંસદ રાજનાથ સિંહે પણ સતત ત્રીજીવાર મોદી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી પદના શપથલીધા છે. પહેલા કાર્યકાળમાં તેમને ગૃહ મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી.  બીજા કાર્યકાળમાં રક્ષા મંત્રાલય અને આ વખતે પણ તેઓ રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. 


નીતિન ગડકરી
નાગપુરથી સાંસદ નીતિન ગડકરીએ પણ સતત ત્રીજીવાર મંત્રીપદના શપથ લીધા છે. પહેલા અને બીજા કાર્યકાળમાં તેઓ રોડ પરિવહન અને રાજમાર્ગની કામગીરી સંભાળતા હતા. અને આ વખતે પણ તેમને એ જ મંત્રાલય સોંપાયુ છે. 


જિતેન્દ્ર સિંહ
પહેલી ટર્મમાં તેમને પીએમઓની જવાબદારી સોંપાઈ હતી. જ્યાં તેમને કાર્મિક, લોક ફરિયાદ, પેન્શન, મંત્રાલય,પરમાણુ, ઉર્જા વિભાગ, અંતરિક્ષ વિભાગ, વિજ્ઞાન વગેરે કામગારી સોંપાઈ હતી. 


રાવ ઈન્દ્રજીત સિંહ
હરિયાણાના ગુડગાંવથી સાંસદ રાવ ઈન્દ્રજીત સિંહે 2014માં ભાજપમાં જોઈન કર્યું હતું. તેઓ પહેલા કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી રહ્યા. તેમને રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)ની જવાબદારી હતી. 


કિરણ રિજિજૂ
પશ્ચિમ અરુણાચલ પ્રદેશથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ એવા સાંસદોમાંથી એક છે જેમણે સતત ત્રીજીવાર મંત્રીપદના શપથ લીધા છે. 


સર્બાનંદ સોનોવાલ
પીએમ મોદીના પ્રથમ કાર્યકાલમાં તેઓ રાજ્યમંત્રી હતા. બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. 


નિર્મલા સીતારમણ
રાજ્યસભા સાંસદ નિર્મલા સીતારમણે પણ સતત ત્રીજીવારના શપથ લીધા. 2014માં તેઓ નાણા રાજ્યમંત્રી બન્યા હતા. જ્યારે 2019માં તેઓ નાણા મંત્રાલયની સાથે સાથે કોર્પોરેટ મામલાઓના કેબિનેટ મંત્રી પણ હતા. આ વખતે પણ તેઓ નાણામંત્રી બન્યા છે. 


ગજેન્દ્ર સિંહ શેખાવત
2014માં તેમણે કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્યમંત્રી બન્યા હતા. 2019માં જળશક્તિ મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. 


અર્જૂન રામ મેઘવાલ
અર્જૂનરામ મેઘવાલને પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સંસદીય કાર્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે બીજા કાર્યકાળમાં સંસદીય કાર્ય મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, કાનૂન અને ન્યાય મંત્રાલયની સાથે રાજ્યમંત્રી બનાવાયા હતા. 


અનુપ્રિયા પટેલ
તેઓ યુપીના મિર્ઝાપુરથી સાંસદ છે. તેઓ પણ સતત ત્રીજીવાર શપથ લીધા છે. 


હરદીપ સિંહ પુરી
રાજ્યસભા સાંસદ હરદીપ સિંહ પુરી સતત ત્રીજીવાર મોદી કેબિનેટમાં શપથ લીધા છે. 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા અને 2019માં તેમને આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયની સાથે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની પણ જવાબદારી સોંપાઈ હતી. 


ધર્મેન્દ્ર પ્રધાન
ઓડિશાની સંબલપુર સીટથી તેઓ સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને પણ સતત ત્રીજીવાર મંત્રીપદના શપથ લીધા. 2014માં તેમને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019માં શિક્ષણ મંત્રાલય, કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયની જવાબદારી સોંપાઈ હતી. 


મનસુખ માંડવિયા
સતત ત્રીજીવાર મંત્રીપદના શપથ લેનારામાં મનસુખ માંડવિયાનું પણ નામ છે. 2014માં તેમને રસાયણ અને ખાતર મંત્રાલયમાં રાજ્યમંત્રી, જ્યારે 2019માં સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. 


શ્રીપદ નાઈક
2019માં તેમને રાજ્યમંત્રી તરીકે પર્યટન મંત્રાલય,પત્તન, પોત પરિવહન અને જળમાર્ગ મંત્રાલયમાં જવાબદારી સોંપાઈ હતી.