સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી
કેન્દ્ર સરકાર નવી મેડિકલ કોલેજો ખોલવા પાછળ રૂ.24 હજાર કરોડનો ખર્ચ કરશે અને આગામી 3 વર્ષમાં એટલે કે 2020-21 સુધીમાં આ કોલેજો બનીને તૈયાર થઈ જશે
નવી દિલ્હીઃ ભારતમાં ટૂંક સમયમાં જ નવી 75 મેડિકલ કોલેજો શરૂ થઈ જશે. કેન્દ્ર સરકાર નવી મેડિકલ કોલેજો ખોલવા પાછળ રૂ.24 હજાર કરોડનો ખર્ચ કરશે અને આગામી 3 વર્ષમાં એટલે કે 2020-21 સુધીમાં આ કોલેજો બનીને તૈયાર થઈ જશે. દેશમાં તબીબોની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પછી પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી હતી.
જે વિસ્તારોમાં મેડિકલ કોલેજ નથી અને 200 પથારીની જિલ્લા કક્ષાએ હોસ્પિટલ ધરાવે છે તેવા જિલ્લાઓમાં આ નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. તેમાં પણ 300થી વધુ પથારીની હોસ્પિટલ ધરાવતા જિલ્લાઓને પ્રાથમિક્તા આપવામાં આવશે.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....