નવી દિલ્હીઃ ખરીફ સિઝનમાં ડાંગર અને અન્ય પાકની વાવણી પહેલા કિસાનો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ સિઝન માટે ફર્ટિલાઇઝર પર અપાતી સબ્સિડી વધારવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટે કુલ 61000 કરોડની સબ્સિડીને મંજૂરી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સબ્સિડી વધારવાના નિર્ણયથી હવે કિસાનોને મળનાર ખાતરના ભાવ વધશે નહીં અને તે જૂના ભાવે મળતું રહેશે. કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે ડીએપી ખાતરની પ્રતિ બેગ પર મળનારી સબ્સિડીને 1650 રૂપિયાથી વધારી 2501 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે ખાતરની એક બેગ પર સબ્સિડીમાં 850 રૂપિયાનો વધારો થયો છે. તેની અસર તે થશે કે ડીએપી ખાતરની એક બેગ પહેલાની જેમ 1350 રૂપિયા પર મળતી રહેશે. 


આ પણ વાંચોઃ ત્રણ દિવસ, ત્રણ દેશ અને સાત રાષ્ટ્ર પ્રમુખો સાથે વાર્તા, મેના પ્રથમ સપ્તાહમાં વિદેશ પ્રવાસે જશે પીએમ મોદી


અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે આ સબ્સિડી આ વર્ષે ખરીફ સિઝન માટે વધારવામાં આવી છે અને વધેલી સબ્સિડી 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. એટલે કે ખરીફ સિઝનમાં ડાંગર અને અન્ય પાકની ખેતી માટે કિસાનોને આ વર્ષે પણ પહેલાના ભાવ પર ખાતર મળતું રહેશે. ઠાકુર પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફર્ટિલાઇઝરના ભાવ વધવા છતાં સરકારે કિસાનો પર તેની અસર પડવા દીધી નથી. 


કેબિનેટની બેઠકમાં નક્સલ વિસ્તારમાં 2542 મોબાઇલ ટાવરોને 2જીથી 4જીમાં અપગ્રેડ કરવા અને જમ્મુ-કાશ્મીરમાં 540 મેગાવોટ ક્ષમતાવાળી ક્વાર જળ વિદ્યુત પરિયોજનાને પણ મંજૂરી આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube