નવી દિલ્હીઃ બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકો માટે આર્થિક અનામતને મંજૂરી આપવામાં આવી છે. જેના અંગે સરકાર એક બિલ લાવી છે, જેને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે. આ મંજુરી સાથે જ રાજ્યમાં આર્થિક રીતે નબળા સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળવાનો માર્ગ મોકળો થઈ જશે. આ ઉપરાંત કેબિનેટમાં ખેડૂતો માટે, ઈસરો સાથે જોડાયેલા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશોની સંખ્યા અને સાથે જ ચિટ ફંડ બિલને પણ મંજુરી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 જુલાઈના રોજ મોદી કેબિનેટ દ્વારા લેવાયેલા મહત્વનાં નિર્ણયો 
- જમ્મુ-કાશ્મીર અનામત(બીજું સંશોધન) વિધેયક,2019ને મંજુરી. વર્તમાન સંસ્થાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર રોજગાર તરીકે આર્થિક રીતે નબળા વર્ગને 10 ટકા અનામતનો લાભ મળશે. 


- સુપ્રીમ કોર્ટઃ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો. અગાઉ સુપ્રીમ કોર્ટમાં 30 ન્યાયાધિશ હતા, જેને વધારીને 33 કરાયા છે. એટલે કે, મુખ્ય ન્યાયાધિશ સાથે સુપ્રીમ કોર્ટમાં હવે કુલ 34 ન્યાયાધિશ હશે. આ રીતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશોની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. 


- ખેડૂતો માટે મોટો નિર્ણયઃ પોષણના હિસાબે ખેડૂતોને જે ખાતરની સબસિડી મળતી હતી, તેને વધારવાનો નિર્ણય લેવાયો છે. તેના માટે હવે ખેડૂતોને 22,875 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે. 


- CCEA દ્વારા વર્ષ 2019-20 માટે ફોસ્ફેટિક અને પોટેસિક (P&K) ખાતર માટે પોષક તત્વ આધારિત સબસિડી (NBS) દરને મંજૂરી આપવામાં આવી છે. 


ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારી કંપનીઓની હવે ખેર નહીં, મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો 


- ચિટ-ફંડ બિલને કેબિનેટની મંજૂરીઃ ચિટ ફંડ પર નિયંત્રણ રાખવા માટે સરકાર વિધેયક લાવશે. આ અંગે સરકાર અગાઉ પણ સંસદમાં વિધેયક લાવી હતી, પરંતુ લોકસભા સમાપ્ત થઈ જવાના કારણે હવે એ બિલ ફરીથી લાવવામાં આવશે. 


- ઈસરો માટે નવા નિર્ણયોઃ અંતરિક્ષ ક્ષેત્રે ભારતને નવા મુકામે લઈ જનારી ઈસરો સંસ્થા માટે કેબિનેટ દ્વારા કેટલાક નિર્ણય લેવાયા છે. મંત્રીમંડળ દ્વારા શાંતિપૂર્ણ ઉદ્દેશ્યો માટે બાહ્ય અંતરિક્ષમાં સંશોધન અને ઉપયોગમાં સહયોગ માટે ઈસરો અને બોલિવિયાની અંતરિક્ષ એજન્સી વચ્ચે થયેલા કરારને મંજૂરી આપી છે. આ કરાર પર 11 માર્ચ, 2019ના રોજ ભારત દ્વારા અને 28 માર્ચ, 2019ના રોજ બહેરીન દ્વારા હસ્તાક્ષર કરાયા હતા. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...