એક્શનમાં મોદી સરકાર...મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, શહીદોના બાળકોને આપી ખાસ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળની પહેલી જ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. શહીદોના બાળકો માટે સરકારે મોટી ભેટ આપતા તેમના માટે અપાતી સ્કોલરશિપની રકમમાં વધારો કર્યો છે. શહીદોના બાળકોને દર મહિને હવે મળતી સ્કોલરશીપમાં વધારો થયો છે જે મુજબ શહીદોના દીકરાઓને દર મહિને 2000 રૂપિયા સ્કોલરશીપ મળતી હતી જેમાં 500 રૂપિયાનો વધારો થતા હવે 2500 રૂપિયા મળશે. જ્યારે શહીદોની દીકરીઓને 2250 રૂપિયા સ્કોલરશીપ મળતી હતી જે હવે દર મહિને 3000 રૂપિયા મળશે.
નવી દિલ્હી:સતત બીજીવાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સૌથી પહેલો નિર્ણય શહીદોના બાળકો માટે અપાનારી સ્કોલરશીપ વધારવાનો કર્યો. મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠક આજે યોજાઈ છે. જેમાં નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પ્રાઈમ મિનિસ્ટર્સ સ્કોલરશીપ સ્કીમમાં મોટા ફેરફારની મંજૂરી અપાઈ છે. હવે શહીદોના દીકરાઓને દર મહિને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. જ્યારે દીકરીઓને 2250 રૂપિયાની જગ્યાએ પ્રતિ માસ 3000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. એટલું જ નહીં આ સ્કોલરશિપ સ્કીમનો દાયરો વધારીને હવે તેમા રાજ્ય પોલીસને પણ સામેલ કરાઈ છે. આતંકી કે નક્સલી હુમલામાં શહીદ થયેલા રાજ્ય પોલીસના જવાનો/ઓફિસરોના બાળકોને પણ હવે સ્કોલરશિપ મળશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...