Cabinet Decisions: મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, યુરિયાના ભાવ નહીં વધે : કેબિનેટમાં મોટા નિર્ણયો
Modi Cabinet decisions:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે એટલે કે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
Modi Cabinet decisions:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે એટલે કે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતોને ખાતર પર સબસિડી મળતી રહેશે અને સરકાર ખાતરની કિંમતો પર કોઈ અસર પડવા દેશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે એટલે કે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતો માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતોને ખાતર પર સબસિડી મળતી રહેશે અને સરકાર ખાતરની કિંમતો વધવા નહીં દે... NBS હેઠળ, ખેડૂતોને રાહત ભાવે ખાતર મળવાનું ચાલુ રહેશે અને યુરિયાના ભાવમાં એક પૈસાનો પણ વધારો થશે નહીં.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું કે ફરી એકવાર ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય લીધો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા ભાવની દેશના ખેડૂતો પર કોઈ અસર નહીં થાય. રવિ સિઝન માટે પોષક તત્વો આધારિત સબસિડી આપવામાં આવશે. વર્ષ 2021થી જ સબસિડીનો દર એ રીતે નક્કી કરવામાં આવે છે કે ખેડૂતો પર વધતા ભાવનો બોજ ન પડે. ખેડૂતોએ એક રૂપિયો પણ વધુ ચૂકવવો પડશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુરિયાની કિંમતમાં એક રૂપિયાનો વધારો થશે નહીં અને Mop 45 રૂપિયા ઓછા ભાવે મળશે. યુરિયા અને DAP અગાઉના ભાવે મળવાનું ચાલુ રહેશે.
અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું, '1 ઓક્ટોબર 2023 થી 31 માર્ચ 2024 સુધીની રવી સિઝન માટે સબસિડી નીચે મુજબ હશે. નાઈટ્રોજન માટે 47.2 રૂપિયા પ્રતિ કિલો, ફોસ્ફરસમાં 20.82 રૂપિયા પ્રતિ કિલો અને પોટાશ માટે સબસિડી 2.38 રૂપિયા પ્રતિ કિલો હશે. સલ્ફર સબસિડી 1.89 રૂપિયા પ્રતિ કિલો હશે. સબસિડી ચાલુ રહેશે કારણ કે જ્યારે આંતરરાષ્ટ્રીય ભાવ વધે છે, ત્યારે સરકાર નથી ઈચ્છતી કે તેની અસર દેશના ખેડૂતો પર પડે… DAP પર સબસિડી 4500 રૂપિયા પ્રતિ ટન ચાલુ રહેશે. જ્યાં સુધી ડીએપીની વાત છે, જૂના દર પ્રમાણે તમને પ્રતિ બેગ 1350 રૂપિયા મળશે. NPK 1470 રૂપિયા પ્રતિ બેગના ભાવે ઉપલબ્ધ થશે...”.
વધુમાં, મોદી કેબિનેટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના-ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (PMKSY-AIBP) હેઠળ ઉત્તરાખંડના જમરાની ડેમ બહુહેતુક પ્રોજેક્ટના સમાવેશને મંજૂરી આપી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ઉત્તરાખંડ અને યુપીને આનો ફાયદો થશે.