Modi Cabinet Expansion: મોદી મંત્રીમંડળના વિસ્તરણ પર મોટા અપડેટ, 22 નેતાઓ થઈ શકે છે કેબિનેટમાં સામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આ અઠવાડિયે કરવામાં આવશે અને 20થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંત્રીમંડળનું વિસ્તરણ આ અઠવાડિયે કરવામાં આવશે અને 20થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ 6 થી 8 જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ સામેલ છે અને વિસ્તરણ બાદ 81 સભ્યો થઈ શકે છે. ગઠબંધન પક્ષો પણ આ વખતે મોદી કેબિનેટનો ભાગ બની શકે છે તથા જેડીયુ, એલજેપી ઉપરાંત અપના દળના કોટાથી નેતા શપથ લઈ શકે છે.
કયા રાજ્યથી કોણ બની શકે છે મંત્રી
ઉત્તર પ્રદેશ- મોદી મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશથી 3 સંચાર મંત્રી સામેલ કરાશે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે.
બિહાર- મંત્રીમંડળમાં બિહારના બેથી 3 નેતાઓને સામેલ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપના સુશીલકુમાર મોદી, જેડીયુમાંથી આરસીપી સિંહ, અને એલજેપીમાંથી પશુપતિ પારસનું નામ આગળ છે.
મધ્ય પ્રદેશ- કેબિનેટમાં મધ્ય પ્રદેશથી એક થી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનું નામ સામેલ છે.
મહારાષ્ટ્ર- મોદી કેબિનેટમાં મહારાષ્ટ્રથી એક કે બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં નારાયણ રાણેનું નામ સામેલ છે.
જમ્મુ-કાશ્મીર અને લદાખ- કેબિનેટમાં જમ્મુ-કાશ્મીર અને લદાખથી એક એક મંત્રીને જગ્યા મળી શકે છે.
Aamir Khan and Kiran Rao જેવો છે ભાજપ-શિવસેના વચ્ચેનો સંબંધ, સંજય રાઉતનું નિવેદન
રાજસ્થાન- રાજસ્થાનથી પણ મોદી કેબિનેટમાં એક મંત્રીને સામેલ કરવામાં આવી શકે છે.
અસમ- કેબિનેટમાં અસમથી એક કે બે મંત્રી સામેલ થઈ શકે છે. જેમાં અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું નામ સૌથી આગળ છે.
પશ્ચિમ બંગાળ- મોદી કેબિનેટમાં બંગાળથી બે નેતાઓને જગ્યા મળી શકે છે. જેમાં ભીજપના સાંસદ શાંતનુ ઠાકુર અને નિસિથ પ્રમાણિકના નામ આગળ છે. આ ઉપરાંત ઓડિશાથી પણ એક મંત્રી કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
UP: 2 વર્ષની માસૂમ બાળકીની ગજબની સમજદારી, Video મા જુઓ કેવી રીતે બચાવ્યો બેહોશ માતાનો જીવ
9 મંત્રીઓ છોડી શકે છે વધારાનો કાર્યભાર સંભાળતા મંત્રાલય
- પ્રકાશ જાવડેકર
- પીયુષ ગોયલ
- ધર્મેન્દ્ર પ્રધાન
- નિતિન ગડકરી
- હર્ષવર્ધન
- નરેન્દ્ર સિંહ તોમર
- રવિશંકર પ્રસાદ
- સ્મૃતિ ઈરાની
- હરદીપ સિંહ પુરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube