Modi Cabinet Meeting: મોદી કેબિનેટે લીધા મહત્વના નિર્ણયો, ગામડા, ખેડૂત અને વીજળી માટે મોટી જાહેરાતો
Modi Cabinet Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન રિફોર્મથી લઈને ભારત નેટ પ્રોજેક્ટ સુધી મોટી જાહેરાતો કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અધ્યક્ષતામાં કેબિનેટ (Cabinet Meeting) અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેયર્સ (CCEA) ની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે દેશના ગામડાઓને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત નેટ પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મળી છે.
રાહત પેકેજને આપી મંજૂરી
કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- બે દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમને કોવિડને કારણે 6.28 લાખ કરોડની મદદનું જે માળખુ જણાવ્યું હતું તેને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- પહેલાની સરકારો જાહેરાત કરતી હતી તેને ઘણા દિવસો બાદ લાગૂ કરતી હતી, પરંતુ મોદી સરકારે યોજના જલદી લાગૂ કરી દીધી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube