જમ્મુ કાશ્મીર મુદ્દે આજે મોદી કેબિનેટની બેઠક, મોટા પેકેજની થઈ શકે છે જાહેરાત
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ મોદી સરકાર હવે અહીં મોટું પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આજે મોદી કેબિનેટની બેઠક થવા જઈ રહી છે.
નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ મોદી સરકાર હવે અહીં મોટું પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. આજે મોદી કેબિનેટની બેઠક થવા જઈ રહી છે. કહેવાય છે કે આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના હાલાતને સામાન્ય કરવા પર ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનની સતત ધમકીઓ અને સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડીને અશાંતિ ફેલાવવાની કોશિશ અંગે આવી રહેલા ગુપ્તચર અહેવાલોને ધ્યાનમાં રાખીને પણ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક પણ થશે.
ક્યૂનેટ કૌભાંડ: અનિલ કપૂર-જેકી શ્રોફ, બોમન ઈરાની સહિત અનેક સ્ટાર્સને નોટિસ, 70ની ધરપકડ
કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય લેવાયા બાદ મોદી કેબિનેટ સાથે પીએમ મોદી પહેલીવાર આ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ જમ્મુ અને કાશ્મીર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબનેટ કાશ્મીરના હાલાત પર સમીક્ષા ઉપરાંત મહત્વના નિર્ણયોને મંજૂરી આપી શકે છે. પીએમ મોદી ત્રણ દિવસના પ્રવાસ બાદ મંગળવારે સ્વદેશ પાછા ફર્યા છે. નોંધનીય છે કે 5 ઓગસ્ટના રોજ કેબિનેટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણયને મંજૂરી આપી હતી.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...