નવી દિલ્હીઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ઘણા એજન્ડા પર મહોર લાગી શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએને લઈને પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ વાતની સંભાવના પ્રબળ છે કે આ પ્રસ્તાવને મંજૂર પણ કરી લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે કેબિનેટની આ બેઠક એવા સમયે યોજાવા જઈ રહી છે, જ્યારે કેબિનેટ વિસ્તારને લઈને અટકળોનું બજાર ગરમ છે. પરંતુ અત્યાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે કેબિનેટ વિસ્તાર કઈ તારીખે થશે. તેનું સ્વરૂપ શું હશે. 


આ પણ વાંચોઃ ભારતમાં આગામી મહિને કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના, SBI ના રિપોર્ટમાં ખુલાસો


તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સાતમાં પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાની બાકી ચુકવણી પર નિર્ણય લેવાની આશા છે. જો સરકાર ચુકવણીનો નિર્ણય લે છે તો તેનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની ચુકવણી બાકી છે. આ પહેલા જેસીએમની બેઠકમાં સપ્ટેમ્બર સુધી બધા હપ્તાની ચુકવણી કરવાનો નિર્ણય લીધો હતો, જેને હજુ સુધી કેબિનેટની બેઠક મંજૂરી મળી નથી.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube