નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ (Modi Cabinet reshuffle) ની જાહેરાત આજે સાંજે થઈ જશે. તેમાં કેટલાક નેતાઓના નામ સામે આવ્યા છે જેનું પ્રમોશન થવાનું છે. મતલબ સ્પષ્ટ છે કે તેમને સ્વતંત્ર પ્રભાર કે રાજ્યમંત્રીથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીની નવી કેબિનેટમાં જે લોકોનું પ્રમોશન થઈ શકે છે તેમાં અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી, પુરૂષોત્તમ રૂપાલા, હરદીપ સિંહ પુરી, આર કે સિંહ, મનસુખ માંડવિયાના નામ સામે આવ્યા છે. આ બધાના પ્રમોશનનું કારણ આગામી વર્ષે અલગ-અલગ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે.


આ પણ વાંચોઃ કેબિનેટ વિસ્તરણ પહેલા છટણી!, ડો.હર્ષવર્ધન-રમેશ પોખરિયાલ નિશંક સહિત 9 મંત્રીઓના રાજીનામા


કેબિનેટ ફેરફારમાં કોનું પ્રમોશન સંભવ
સૌથી પહેલા હરદીપ સિંહ પુરીની વાત કરીએ. હાલમાં તેમની પાસે ત્રણ મંત્રાલયનો ભાર હતો, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય અને કોમર્સ મિનિસ્ટ્રીનો પ્રભાર હતો. તે શીખ છે, માનવામાં આવી રહ્યુ છે કે પંજાબ વિધાનસભા ચૂંટણીને જોવા તેમને પ્રમોશન આપવામાં આવી રહ્યું છે. 


બીજુ નામ અનુરાગ ઠાકુરનું છે. તે હાલ નાણા રાજ્યમંત્રી છે. માનવામાં આવી રહ્યું છે કે હિમાચલમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીને જોતા તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. તે પ્રેમ કુમાર ધૂમલના પુત્ર છે, જે ત્રણ વખત હિમાચલના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 


આ સિવાય ગુજરાતથી રાજ્યસભા સાંસદ મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલાને પણ પ્રમોશન મળી શકે છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રાજ્યના બંને પટેલ નેતાઓને કેબિનેટમાં પ્રમોશન આપવામાં આવશે. આ સિવાય આરકે સિંહ જે ઉર્જા મંત્રાલયમાં સ્વતંત્ર પ્રભાર મંત્રી છે, તેમને કેબિનેટનો દરજ્જો મળી શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube