નવી દિલ્હી: મોદી કેબિનટે પાક પર થયેલી પ્રેસ કોન્ફરેન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેટલીક મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોને લઇને મોદી સરકારે અધ્યાદેશની મંજૂરી આપી છે. ખેડૂતો માટે એક દેશ એક બજાર બનશે. સરકારે ખેડૂતો કોઈપણ રાજ્યમાં પાક વેચવાની મંજૂરી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- LIVE: મહારાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું Nisargaની એન્ટ્રી, 110 KMPHની ગતીથી ફૂંકાયો પવન


જાવડેકરે જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને મંડી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો છે અને કૃષિ પેદાશોના સંગ્રહ માટેની મર્યાદા નાબૂદ કરવામાં આવી છે. જાવડેકરે જણાવ્યું હતું કે કાયદામાં ખેડુતોના હિતમાં સુધારા કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- લગ્ન દરમિયાન ન પહેર્યું માસ્ક, કોર્ટે વર-વધૂને ફટકાર્યો દંડ


પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આજે કેબિનેટમાં કૃષિ વિશે 3 અને અન્ય ત્રણ નિર્ણય થયા છે. અત્યાવશ્યક કાયદાને ખેડૂતોના હિતમાં બનાવ્યા છે. ખેડૂતોને લઇને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. આવશ્યક વસ્તુ અધિનિયમથી ડુંગળી, તેલ, તેલીબિયાં, બટાટાને બહાર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- તાહિર હુસૈને ઉશ્કેરતાં થઇ IB ઓફિસર અંકિત શર્માની હત્યા, ચાર્જશીટ દાખલ


વન નેશન, વન માર્કેટ પર પણ આજ કેબિનેટમાં ચર્ચા થઈ. એક અને મહત્વપૂર્ણ નિર્ણય એ થયો કે, હવે ખેડૂતોને વધારે ભાવ મળવા પર તેમની ઉપજને પરસપરની સંમતીના આધાર પર વેચવાની આઝાદી રહશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube