નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ 30 મે 2019ના બીજીવાર દેશના પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા. કેન્દ્રની મોદી 2.0 સરકારના ત્રણ વર્ષ થઈ ગયા છે. આ વચ્ચે સરકારના કામકાજને લઈને નવો સર્વે થયો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની અપ્રૂવલ રેટિંગ કોરોના કાળ બાદ પોતાના ઉચ્ચ સ્તરે છે. પરંતુ લોકોમાં મોંઘવારી અને બેરોજગારીને લઈને ચિંતા પણ વધી છે. લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 67 ટકા લોકોએ માન્યુ કે મોદી સરકાર બીજા કાર્યકાળમાં પોતાની આશા પર ખરી ઉતરી કે તેણે વધુ કામ કર્યુ છે. આ સર્વેમાં 64 હજાર લોકોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારના કામકાજથી 51 ટકા લોકો ખુશ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની અપ્રૂવલ રેટિંગમાં થયો વધારો
આ રીતે સરકારની અપ્રૂવલ રેટિંગમાં આ મોટો વધારો છે. સર્વેમાં સામેલ બે તૃતિયાંશ લોકોએ તેમના કામકાજની પ્રશંસા કરી છે. મહત્વનું છે કે દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં ઓક્સીજન, બેડ્સ અને દવાઓની કમી જોવા મળી હતી. તો ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોરોનાના શરૂઆતી સમયમાં પણ મોદી સરકારની અપ્રૂવલ રેટિંગ 62 ટકા રહી હતી. આ રીતે કોરોના કાળની શરૂઆતથી અત્યાર સુધી મોદી સરકારની અપ્રૂવલ રેટિંગ સૌથી વધુ છે. 


સર્વેમાં સામેલ લોકોએ કહ્યું કે સરકાર કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા સારા ઉપાય કર્યાં અને અર્થવ્યવસ્થાને સંભાળવાનું કામ કર્યું છે. પરંતુ લોકોએ મોંઘવારી અને બેરોજગારીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. 47 ટકા લોકોએ કહ્યું કે કેન્દ્ર સરકાર બેરોજગારીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. આ વચ્ચે લોકોમાં બેરોજગારી ઘટડાવાના સરકારના પ્રયાસો પર વિશ્વાસ વધ્યો છે. સર્વેમાં સામેલ 37 ટકા લોકોએ કહ્યું કે બેરોજગારીને દૂર કરવા સરકાર પ્રયાસ કરી રહી છે. 


આ પણ વાંચોઃ Modi government 8 years: મોદી સરકારના 8 વર્ષ પૂરા, જેપી નડ્યા બોલ્યા- પીએમે બદલી દેશની રાજનીતિની સંસ્કૃતિ


આ પહેલાં આમ માનનાર લોકોની સંખ્યા 2021માં 27 ટકા હતી, જ્યારે 2020માં આંકડો 29 ટકા હતો. કોરોનાની શરૂઆતમાં મોટા પાયે મજૂરોનું પલાયન થયું હતું અને તેની અસર નોકરી પર પડી હતી. મોદી સરકારની અપ્રૂવલ રેટિંગમાં આ વધારો તેવા સમયે થયો છે, જ્યારે દેશમાં મોંઘવારીએ 8 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. 


સર્વેમાં સામેલ 73 ટકા લોકોએ કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં જરૂરી વસ્તુની કિંમતમાં કમી આવી નથી. મોંઘવારીનો વિષય સરકાર માટે પણ ચિંતાનું કારણ બની શકે છે. સર્વેમાં સામેલ 73 ટકા લોકોએ કહ્યું કે તે પોતાનું અને પરિવારનું સારૂ ભવિષ્ય ભારતમાં જુએ છે. તો સામાજિક સદ્ભાવના મામલામાં 60 ટકા લોકોએ સરકારના કામકાજને સારૂ માન્યુ તો 33 ટકાનો મત અલગ હતો. સર્વેમાં સામેલ 50 ટકાથી વધુ લોકોએ કહ્યું કે દેશમાં કારોબાર કરવો પહેલાના મુકાબલે સરળ થઈ ગયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube