નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે હાલની સરકાર ગરીબો માટે સમર્પિત છે. 2014થી પણ કંઇક વધારે બહુમતીથી 2019માં સત્તામાં આવેલી મોદી સરકાર પણ સમજે છે કે તેના પર જન અપેક્ષાઓને પુર્ણ કરવાનું ભારે દબાણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2022માં સ્વતંત્રતાનાં 75 વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. એવામાં સરકાર આ વર્ષ સુધી અનેક મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ વર્ષ 2022 સુધીનાં તમામ ઘર પુરા પાડવાનું લક્ષ્ય ધરાવે છે. આ કડીમાં વડાપ્રધાન આવાસ યોજના પર સરકાર 2014ની તુલનાએ 2019માં બમણા કરતા પણ વધારે પૈસા ખર્ચ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક મહિનાથી ચાલતા રાજકીય કર'નાટક' પર પડદો, યેદિયુરપ્પા બન્યા નવા મુખ્યમંત્રી
મોદી સરકારનું સંપુર્ણ ફોકસ 2024 સુધી ભારતને 5 ખરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા પર છે. આ કડીમાં 2022 વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 1.95  કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય મુકવામાં આવ્યું છે. બજેટમાં સરકારે તે લક્ષ્યોને પુર્ણ કરવાનું જોર આપ્યું છે, જેનું વચ ચૂંટણી પહેલા કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન જણાવ્યું હતું કે, અત્યાર સુધી 26 લાખ ઘરોનું નિર્માણ પુર્ણ થઇ ચુક્યું છે. 24 લાખને ઘર અપાઇ ચુક્યું છે. અમારુ લક્ષ્ય 2022 સુધી દરેક કોઇને ઘર આપવાનું છે. 95 ટકાથી વધારે શહેરોને ODF ઘોષીત કરવામાં આવ્યા છે. 


ભારતમાં પહેલીવાર જોઇન્ટ વૉર ગેમ, જેસલમેરમાં 8 દેશો વચ્ચે થશે ટક્કર
કર્ણાટક: CM બનતા પહેલા યેદિયુરપ્પાએ પોતાનું નામ જ બદલી નાખ્યું ! જાણો નવું નામ
અત્રે ઉલ્લેખનીય છે કે, લક્ષ્યની તરફ આગળ વધતા મોદી સરકારે 25 જુલાઇ એટલે કે વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 1.4 વધારાનાં ઘર બનાવવાને મંજુરી આપી દીધી છે. હવે આ યોજના હેઠળ બનનારા કુલ ઘરોની સંખ્યા 85 લાખ થઇ જશે. યુનિયન હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ મંત્રાલયનાં સચિવ દુર્ગાશંકર મિશ્રાની અધ્યક્ષતામાં થઇ Central Sanctioning and Monitoring Committee (CSMC)  ની બેઠક બાદ આ નિર્ણય અંગે માહિતી આપવામાં આવી. આ નિવેદનમાં જણાવાયું કે, આ યોજના હેઠળ શહેરી ગરીબો માટે 1,40,134 વધારાનાં મકાનો બનાવવામાં આવશે. 


ISRO ના પૂર્વ વૈજ્ઞાનિક જેમણે સરકારનાં 325 કરોડ રૂપિયા હવામાં ઉડાડી દીધા !
કયા રાજ્યોમાં કેટલા મકાન બનાવાશે, મંત્રાલયની તરફથી તેના પણ આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં 54,277 ઘર, પશ્ચિમ બંગાળણાં 26,585 ઘર, ગુજરાતમાં 26,183 ઘર, અસમમાં 9328 ઘર, મહારાષ્ટ્રમાં 8499 ઘ, છત્તીસગઢમાં 6507, રાજસ્થાનમાં 4947 ઘર અને હરિયાણાં 3808 ઘર બનાવવામાં આવશે. 


માયાવતીએ પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી, કહ્યું- 'ખુબ નિંદનીય, મહિલાઓની માફી માંગો'
પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 492 પ્રોજેક્ટ છે, જેના પર 6642 કરોડ રૂપિયાનાં ખર્ચ થશે. તેમાંથી કેન્દ્રએ પોતાની તરફથી 2102 કરોડની આર્થિક સહાયતાને મંજુરી આપી છે. સરકારનું કહેવું છે કે 2022 સુધીમાં તમામ ઘર આપવાની દિશામાં જોરશોરથી કામ થઇ રહ્યું છે. 


આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત
ઉલ્લેખનીય છે કે, લોકસભામાં 2019-20નું કેન્દ્રીય બજેટ રજુ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ગત્ત 5 વર્ષોમાં 1.54 કરોડ ગ્રામીણ આવાસોનું નિર્માણ પુર્ણ કરવામાં આવ્યું છે અને 2019થી 2022 સુધી પીએમએવાઇ-જીનાં બીજા તબક્કામાં 1.95 કરોડ આવાસ પાત્ર લાભાન્વિતોને પ્રદાન કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ આવાસમાં શૌચાલય, વિજલી અને એલપીજી કનેક્શન જેવી સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવશે.