Porn Websites વિરુદ્ધ સરકારની કાર્યવાહી, 67 વેબસાઇટ્સને કરી બ્લોક
67 websites Blocked: નવા આઈટી નિયમો હેઠળ કંપનીઓ માટે એવી સામગ્રી પણ બ્લોક કરવી ફરજીયાત છે, જે કથિત રૂપથી ઢોંગ અથવા કૃત્રિમ રીતે સુધારેલ છે.
નવી દિલ્હીઃ Modi Government: કેન્દ્ર સરકારે ઈન્ટરનેટ સેવા પ્રદાન કરતી કંપનીઓને 2021માં જારી નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) નિયમોના ઉલ્લંઘનના આરોપમાં 67 પોર્ન વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને મોકલવામાં આવેલા ઈમેલમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ પુણે કોર્ટના આદેશના આધારે કંપનીઓને 63 વેબસાઈટ દૂર કરવા કહ્યું છે, જ્યારે ચાર વેબસાઈટ ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશો અને ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશો પર આધારિત છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી તેને બ્લોક કરવા જણાવ્યું છે.
શું કહ્યું આદેશમાં?
ડીઓટી દ્વારા 24 સપ્ટેમ્બરે જાહેર આદેશમાં કહેવામાં આવ્યું છે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો-2021 ના નિયમ-3(2)(b) ની સાથે (ઉત્તરાખંડ હાઈકોર્ટના) વાંચેલા આદેશના અનુસંધાનમાં અને નીચે દર્શાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ કેટલીક અશ્લીલ સામગ્રીને ધ્યાનમાં રાખીને, જે મહિલાઓની નમ્રતાને ઠેસ પહોંચાડે છે, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ વેબસાઈટ/URL ને તાત્કાલિક બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સચિન પાયલટને ટેકઓફનું સિગ્નલ? સોનિયા ગાંધીને મળીને કહ્યું- ફોકસ રાજસ્થાન
2021માં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા લાગુ કરાયેલા નવા આઈટી નિયમો કંપનીઓ માટે તેમના દ્વારા સંગ્રહિત અથવા પ્રકાશિત સામગ્રીના પ્રસારણને અવરોધિત અથવા અક્ષમ કરવા માટે ફરજિયાત બનાવે છે જે 'વ્યક્તિને સંપૂર્ણ અથવા આંશિક રીતે નગ્ન બતાવે છે' અથવા તેને જાતીય કૃત્યોમાં સંડોવતા દર્શાવતી હોય છે.
નવા આઈટી નિયમો હેઠળ કંપનીઓ માટે એવી સામગ્રી પણ બ્લોક કરવી ફરજીતાય છે, જે કથિત રૂપથી ઢોંગ અથવા કૃત્રિમ રીતે સુધારેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube