State Bank of India: ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્શિયલ સર્વિસિસ (DFS) એ 2017-18માં SBIને જાહેર ક્ષેત્રની બેંકોમાં મૂડી રોકાણની પહેલના ભાગરૂપે રૂ. 8,800 કરોડ આપ્યા હતા. જોકે સંસદમાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશની સૌથી મોટી બેંકે આ રકમની માંગણી કરી જ ન હતી. CAGએ સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં આ માહિતી આપી હતી. CAG એ માર્ચ 2021 ના ​​રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે અનુપાલન ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે નાણા મંત્રાલય હેઠળના વિભાગે મૂડીની જરૂરિયાત પહેલાં તેના ધોરણો હેઠળ મૂડીની જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવું વધારવાના હેતુ માટે અપાઈ રકમ-
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલએ કેન્દ્ર સરકાર પરના તેના 2023ના અહેવાલમાં જણાવ્યું હતું કે, 'ડિપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સિયલ સર્વિસિસએ 2017-18માં SBIમાં રૂ. 8,800 કરોડની મૂડી દાખલ કરી હતી. લોન વધારવાના હેતુથી આ રકમ દેશની સૌથી મોટી બેંકમાં મૂકવામાં આવી હતી, જોકે તેના માટે કોઈ માંગ કરવામાં આવી ન હતી. વિભાગે મૂડી દાખલ કરતા પહેલા તેના ધોરણો હેઠળ મૂડીની જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યું ન હતું.


અહેવાલ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકમાં મૂડીનો ઉપયોગ કરતી વખતે, વિભાગે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિર્ધારિત ધારા-ધોરણોથી પણ વધુ રકમ નાંખી હતી. આરબીઆઈએ પહેલાથી જ દેશની બેંકો માટે એક ટકા વધારાની મૂડીની જરૂરિયાત નક્કી કરી હતી. જેના પરિણામે રૂપિયા 7,785.81 કરોડનો વધારાનો મૂડીપ્રવાહ થયો હતો.