નવી દિલ્હી : નાણામંત્રાલયે કાળાનાણા અંગે રિપોર્ટને જાહેર કરવાની મનાઇ કરી દીધી છે. જેમાં ભારતીયોને દેશની અંદર અને વિદેશમાં કાળાનાણા રાખવા અંગેની માહિતી છે. મંત્રાલયનું કહેવું છે કે આ રિપોર્ટની તપાસ એક સંસદીય સમિતી કરી રહી છે, એવામાં તેમને જાહેર કરવાથી સંસદનાં વિશેષાધિકારનું હનન થશે. સરકાર પાસે આ રિપોર્ટ જમા કરાવ્યે ચાર વર્ષ કરતા વધારે સમય પસાર થઇ ચુક્યો છે. ગત્ત સંપ્રગ સરકારે વર્ષ 2011માં દિલ્હી ખાતે રાષ્ટ્રીય લોક નાણા અને નીતિ સંસ્થા (એનઆઇપીએફપી), રાષ્ટ્રીય વ્યાવહારીક આર્થિક સંશોધન પરિષદ (એનસીઇએઆર) અને ફરીદાબાદનાં રાષ્ટ્રીય નાણા પ્રબંધન સંસ્થા (એનઆઇએફએમ)થી અલગ-અલગ આ અંગે એક વિશેષ અભ્યાસ કરાવ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માહિતીના  અધિકાર (RTI)નાં એક જવાબમાં સરકારે જણાવ્યું કે, તેને એનઆઇપીએફપીનાં એક રિપોર્ટ 30 ડિસેમ્બર, 2013 એનસીએઇઆરનાં રિપોર્ટ 18 જુલાઇ 2014 અને એનઆઇએફએમનાં રિપોર્ટ 21 ઓગષ્ટ, 2014ના રોજ પ્રાપ્ત થઇ હતી. 
મંત્રાલયે કહ્યું કે, સંસદની નાણાકીય સ્થાયી સમિતીને મોકલવા માટે આ રિપોર્ટ અને તેના પર સરકારનાં જવાબને લોકસભા સચિવાલય ખાતે મોકલી આપવામાં આવશે. પીટીઆઇ તરફથી દાખલ આરટીઆઇનાં જવાબમાં લોકસભા સચિવાલયે પૃષ્ટી કરી છે કે આ પ્રકારનાં રિપોર્ટ તેને મળ્યા છે અને તેને સમિતીની સમક્ષ મુકવામાં આવશે જે તેની તપાસ કરશે. 

મંત્રાલયે આ રિપોર્ટને જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે, કારણ કે સંસદનાં વિશેષાધિકારનું ઉલ્લંઘન થશે. માહિતીનો અધિકાર કાયદો 2005ની કલમ 8(1)(ગ)નાં હેઠળ આ પ્રકારનાં રિપોર્ટ ને જાહેર કરવાની છુટ છે. જવાબ અનુસાર સંસદની સ્થાયી સમિતીને આ રિપોર્ટ 21 જુલાઇ, 2017નાં રોજ સોંપવામાં આવશે. અમેરિકન સંશોધન સંસ્થા ગ્લોબલ ફાઇનાન્સ ઇટીગ્રિટીના અનુસાર 2005થી 2014 વચ્ચે ભારતમાં આશરે 770 અબજ અમેરિકન ડોલર જેટલું કાળુ નાણુ ઠલવાયું.