Modi Government : આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં પૂર જેવો વરસાદ આવ્યો છે. અનેક રાજ્યો અસરગ્રસ્ત છે. ત્યારે કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે 675 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી છે. જેમાં મણિપુરને 50 કરોડ, ત્રિપુરાને 25 કરોડ સહાય અને ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી છે. ત્યારે પૂરગ્રસ્ત ગુજરાતને બેઠું કરવા માટે કેન્દ્ર સરકારની આ સહાય મહત્વની સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતને મળશે 600 કરોડ 
થોડા દિવસો પહેલા ઇન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો (IMCTs) પૂરથી અસરગ્રસ્ત આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરમાં નુકસાનના સ્થળ પર જ મૂલ્યાંકન માટે નિયુક્ત કરવામાં આવી હતી, જેમને સ્થળ પરીક્ષણ તથા સર્વે માટે અલગ અલગ રાજ્યોની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારે પુર અસરગ્રસ્ત ગુજરાત સહિત 3 રાજ્યો માટે સહાયની કરી જાહેરાત કરી છે, જેમાં મણિપુર ને 50 કરોડ, ત્રિપુરા ને 25 કરોડ સહાય અને ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી છે. 


ઓક્ટોબરની ભયંકર આગાહી : પહેલી તારીખથી જ મેઘતાંડવ થશે, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદ


ગુજરાત સરવે કરવા આવી હતી ટીમ
15 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે કેન્દ્રીય ટિમ ગુજરાતની પણ મુલાકાતે હતી. ગુજરાતમાં વડોદરા સહિત 14 જિલ્લાઓ જે પુર અસરગ્રસ્ત હતા, ત્યાં નુકસાનીનો સર્વે કરાયો હતો. રાજ્ય દ્વારા અંદાજીત 900 કરોડના નુકસાન અંગે ટીમ ને જણાવવામાં આવ્યું હતું. જેમાંથી 600 કરોડની રાહત મંજુર કરવામાં આવી છે.


આજે મુખ્યમંત્રીની બેઠક
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ. રાજ્યમાં વરસાદની સ્થિતિ મામલે બેઠકમાં ચર્ચા થશે. પાક નુકસાની મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરાદી બાબતે બેઠકમાં સમીક્ષા કરાશે. તો આગામી તહેવારોને પગલે વિવિધ કાર્યક્રમોની ચર્ચા થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો બાબતે પણ ચર્ચા થશે.


ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર ટેકાના ભાવે ખરીદશે ત્રણ પાક