Government Scheme: મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો
Government Scheme: કેન્દ્ર સરકાર દેશની મહિલાઓના સશક્તિકરણ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ બજેટમાં સરકારે દેશની મહિલાઓને ખાસ ભેટ આપી છે. સરકારે કહ્યું કે હવેથી મહિલાઓને 2 લાખ રૂપિયાનો લાભ મળશે...
Central Government Scheme For Women: કેન્દ્ર સરકારે જણાવ્યું કે હવેથી મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાનો લાભ મળશે. મોદી સરકારે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ શરૂ કર્યું છે. જાણોની તમામ જાણકારી
મહિલા સન્માન બચત પત્ર MSSC શું છે?
સરકારે મહિલાઓ માટે ધણી બધી યોજનાઓ બહાર પાડી છે. પરંતુ મહિલા સન્માન બચત પત્ર આ બધાની ખૂબ જ અલગ છે. આ યોજવામાં જો કોઈ મહિલા અથવા છોકરી 2025 સુધી આ યોજનામાં , જો કોઈ મહિલા આ યોજનામાં 2 લાખ રૂપિયા જમા કરાવે છે. તો તેને 7.5 ટકાનો દરે વ્યાજાનો લાભ મળશે. ખાસ વાત તો છે કે આમાં કોઈ ટેક્સ નથી . તમે આ સ્કીમમાં 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
મહિલા સન્માન બચત પત્ર માટે જરૂરી દસ્તાવેજો
મહિલા સન્માન બચત પત્રનો લાભ માત્ર મહિલાઓ જ લઈ શકે છે. આ માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં જાઓ અને ત્યાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. આમાં લોકો ઓનલાઈન પણ અરજી કરી શકશે. મહિલા સન્માન બચત પત્ર મેળવવા માટે મહિલાના નામ પર આધાર કાર્ડ, પાન કાર્ડ જરૂરી રહેશે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જોઈએ. આધાર કાર્ડ અને પેન કાર્ડ પરના નામ સાથે મેચ કરવાનું સુનિશ્ચિત કરો, આ સિવાય મહિલાને ફોર્મ ભરતી વખતે OTP આપવા માટે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડી શકે છે.
ભારત બનશે સુપરપાવર!, J&K માંથી મળ્યો જબરદસ્ત ખજાનો, દુનિયાની આંખો થઈ પહોળી
હવે 10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગતો
PM મોદીને MAની પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્ક્સ, ક્લિક કરીને ખાસ જાણો
મહિલા સન્માન બચત પત્રમાં મળશે ટેક્સમાંથી રાહત
મહિલા સન્માન બચત પત્રમાં 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા જમા કરો અને પછી તમે જરૂર પડ્યે તેમ ઉપાડી શકો છો. જેમાં તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
જાણો આ યોજનાઓના ફાયદાઓ વિશે
આ યોજનામાં કેટલાક ફાયદા પણ છે. જેમ કે આ યોજનામાં વ્યાજ સારું મળે છે. પણ આ યોજનામાં રોકાણની મર્યાદા 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે જો કોઈ મહિલા તેમાં વધુ પૈસા રોકવા માગતી હોય તો તે કરી શકતી નથી. આ સિવાય આ બે વર્ષની સેવિંગ સ્કીમ હશે. તો આ સ્કીમમાં 2025 સુધી જ રોકાણ કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube