Indian Citizenship: ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસ પહેલાં જ ગૃહ મંત્રાલયે ગુજરાતના બે જિલ્લા આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરને આ અધિકાર આપ્યો કે તે ફક્ત પોતાના લેવલ પર તપાસ કરીને પાકિસ્તાનથી વિસ્થાપિત થઇને ભારત આવેલા હિંદુ પરિવારોને નાગરિકતા આપી દે. તેને ગુજરાત ચૂંટણી પહેલાં હિંદુત્વના રાજકારણના મોટા દાવ તરીકે જોવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એક કોલોની બનાવવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે સહકાર કોલોની. આ કોલોનીમાં લગભગ 27 એવા પરિવાર વસવાટ કરે છે જે પાકિસ્તાનથી વિસ્થાપિત થઇને ભારત આવ્યા છે. તેમાંથી કેટલાક 2017 માં આવ્યા છે તો કેટલાક 2019માં. 


શરૂઆતમાં 45 દિવસના મળે છે વીઝા
શરૂઆતમાં તેમને 45 દિવસના વીઝા મળે છે, ત્યારબાદ 5 વર્ષના લોન્ગ ટર્મ વીઝા આપવામાં આવે છે અને પછી આ નાગરિકતા માટે અરજી કરી શકે છે. આ સાથે જ તેમને એક લોકલ વ્યક્તિની પણ જરૂર પડે છે જે આ લોકો માટે ગેરેન્ટરનું કામ કરે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube