રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે મોદી સરકારની મોટી જાહેરાત, 10 હજાર કરોડનું ફંડ
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શનિવારે આર્થિક સુધારા (Economic Reforms) અંગે વાત કરતા કહ્યું કે, મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને સારી અને સુદ્રઢ બનાવવા માટે પગલા ઉઠાવ્યા છે. ગત્ત મહિને સરકાર દ્વારા રિફોર્ટ માટે અનેક પગલા ઉઠાવ્યા. સાથે જ તેમણે કહ્યું કે, સરકારનું ફોકસ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. તેમણે કહ્યું કે, દેશમાં વ્યાપાર કરવો વધારે સરળ થયો છે.
નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શનિવારે આર્થિક સુધારા (Economic Reforms) અંગે વાત કરતા કહ્યું કે, મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને સારી અને સુદ્રઢ બનાવવા માટે પગલા ઉઠાવ્યા છે. ગત્ત મહિને સરકાર દ્વારા રિફોર્ટ માટે અનેક પગલા ઉઠાવ્યા. સાથે જ તેમણે કહ્યું કે, સરકારનું ફોકસ એક્સપોર્ટ અને હોમ બાયર્સ પર છે. તેમણે કહ્યું કે, દેશમાં વ્યાપાર કરવો વધારે સરળ થયો છે.
નાણામંત્રીએ કહ્યું કે, NBFC ને ક્રેડિટ ગેરેન્ટી સ્કીમનો ફાયદો મળ્યો છે. બેંકોનાં ક્રેડિટ આઉટફ્લો વધ્યા છે. સાથે જ ઇનકમ ટેક્સમાં ઇ એસેસમેન્ટ લાગુ કરવામાં આવ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું કે, 19 સપ્ટેમ્બરે PSU બેંકોની સાથે એક બેઠક પણ થવાની છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, હાલ તમામ નોટિસ સિસ્ટમ દ્વારા લાગુ થઇ રહી છે. નાના ટેક્સ ડિફોલ્ટ કરનારાઓ પર કેસ નથી કરવામાં આવી રહ્યા. 25 લાખ સુધીનાં ડિફોલ્ટર પર 2 મોટા અધિકારોની મંજુરીની જરૂર હશે. સાથે જ તેમણે કહ્યું કે, એપ્રીલ-જુનમાં ઇન્ડસ્ટ્રીનાં રિવાઇવલના સંકેત છે.
નાણામંત્રી દ્વારા કહેવામાં આવી મહત્વની વાતો...
- આ વર્ષના અંત સુધીમાં ટેક્સટાઇલમાં MEIS લાવવામાં આવશે.
- ગુડ્સ એન્ડ સર્વિસમાં MEISની નવી સ્કીમ
- એક્સપોર્ટ માટે નવી સ્કીમની જાહેરાત
- એક્સપોર્ટ ઇ-રિફંડ આ મહિનાના અંત સુધીમાં લાગુ
- MEISનાં સ્થાને RDToP સ્કીમ
- નિકાસ ઉથ્પાદનમાં શુલ્ક અથવા ટેક્સ છુટની યોજના
- નવી સ્કીમથી 50 હજાર કરોડ રૂપિયાનો બોઝ
- આવતા વર્ષે માર્ચમાં 4 મોટા શોપિંગ ફેસ્ટિવલ
- એક્સપોર્ટને ઉત્તેજન આપવા માટે સરકાર માર્ચ 2020માં મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરશે.
- શોપિંગ ફેસ્ટિવલમાં જેમ્સ- જ્વેલરી, ટેક્સટાઇલ, લેધર, ટૂરિજમ, હેન્ડીક્રાફ્ટ સેક્ટરનાં ટ્રેડર્સ સીધા મોટા Buyers અથવા ખરીદદારનો સંપર્ક કરીને જોડાઇ શકશે.
- ડોમેસ્ટિક ટ્રેડ બૂસ્ટમાં પણ મેગા એન્યુઅલ શોપિંગ ફેસ્ટિવલ મહત્વની ભુમિકા નિભાવશે.
- સરકાર શોપિંગ ફેસ્ટિવલ દ્વારા એમએસએમઇ સેક્ટરમાં પણ નવો જીવ ફુંકવા માંગે છે.
- એક્સપોર્ટ અવધિને ઘટાડવા માટે એક્શન પ્લાન
- એસેસમેન્ટ સ્કીમ દશેરામાં ચાલુ કરવામાં આવશે.
- એક્સપોર્ટ ફાઇનાન્સ ઇન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપની દેખરેખ હેઠળ કામ કરશે.
- રિયલ એસ્ટેટ સેક્ટરને સ્લોડાઉનમાંથી ઉબરવા મુદ્દે સરકારની મહત્વની જાહેરાત
- સરકાર મિડલ ઇનકમ હાઉસિંગને ઉત્તેજવા માટે સ્પેશ્યલ વિંડોનું પ્રાવધાન કરસે.
- અંતિમ છેડા સુધી ફન્ડિંગને સુનિશ્ચિત કરવા માટે સ્પેશ્યલ વિંડો પ્રાવધાન
- સરકારનું રિયલ એસ્ટેટ સેક્ટર માટે 10 હજાર કરોડ રૂપિયાના ફંડની જાહેરાત
- એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે ન તો એનપીએમાં છે, ન તો NCLT મા ફસાયેલા છે અને સાથે જ પ્રોજેક્ટનું કામ આશરે 60 ટકાનું પુર્ણ થયું છે. એવા અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટને હવે સરકાર પુર્ણ કરશે.
- 10 હજાર કરોડ રૂપિયાનું ફંડ સરકાર તરફથી અને લગભગ 10 હજાર કરોડ રૂપિયાના અન્ય સરકારી એજન્સી LIC, PSB લગાવશે.
- અફોર્ડેબલ હાઉસિંગ અંગે સરળ થશેECB ગાઇડલાઇન્સ