નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રવી પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કર્યો છે. બુધવારે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં રવી પાકના નવા લઘુત્તમ ટેકાના ભાવ અંગે નિર્ણય લેવાયો હતો. સરકારે ઘઉંના ટેકના ભાવમાં રૂ.85 અને બાજરીના ટેકાના ભાવમાં રૂ.85નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના નિર્ણયથી સરકારને રૂ.3000નો વધારાનો બોજ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેબિનેટના નિર્ણય પછી ઘઉંના ટેકાનો ભાવ રૂ.1,840થી વધીને રૂ.1,925 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. આ સાથે જ બાજરીનો ટેકાનો ભાવ રૂ.1,440થી વધીને રૂ.1525 પ્રતિ ક્વિન્ટલ, મસુરનો ભાવ રૂ.4,400થી વધીને રૂ.4,800 અને સરસવનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.4,200થી વધીને રૂ.4,425 થઈ ગયો છે. 


બંધ પણ નહીં થાય કે, રોકાણ પણ નહીં કરાય, BSNL અને MTNL અંગે મોદી સરકારનો મોટો નિર્ણય


સરકારનું વર્ષ 2018-19નું ફૂટ સબસિડી બીલ રૂ.1.74 લાખ કરોડ હતું. કૃષિ પડતર અને મૂલ્ય આયોગ (CACP) દ્વારા રવી પાકમાં વધારો કરવાની ભલામણ કરાયા પછી કેન્દ્રીય મંત્રીમંડળે આ નિર્ણય લીધો છે. 


ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં રવી પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાં ઘઉં, ચણા, જવ, મસુર, સરસવ અને વટાણા મુખ્ય પાક છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણ અને રાજસ્થાનમાં ઘઉં અને સરસવનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. સરકાર પણ આ રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં ઘઉં અને સરસવની ખરીદી કરે છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....