નવી દિલ્હીઃ મોદી સરકાર (Modi Government) એ હવે કૃષિ ઉત્પાદનો (Agricultural Crops) ના એક્સપોર્ટને વધારવાની તૈયારી કરી છે. આ સિલસિલામાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કૃષિ અને એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ ડેવલોપમેન્ટ ઓથોરિટી (APEDA) એ કિસાન ઉત્પાદન સંગઠનો (FPO), વ્યાપારિઓ, એક્સપોર્ટો, કૃષિ વૈજ્ઞાનિકો, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય સંસ્થાઓના સહયોગથી વારાણસીમાં બેઠક કરી એક્સપર્ટની સંભાવનાઓ પર વિચાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

200થી વધુ કિસાન થયા સામેલ
આ બેઠકમાં વારાણસીના 200થી વધુ કિસાનોએ ભાગ લીધો, જ્યાં કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રમુખ સંસ્થાઓના અધિકારીઓના ક્ષેત્રથી કૃષિ ઉત્પાદકોના એક્સપોર્ટને પ્રોત્હાસન આપવાની સાથે-સાથે કિસાનો દ્વારા વિશ્વ સ્તર પર માન્યતા પ્રાપ્ત સારી કૃષિ પદ્ધતિઓના પાલન માટે જાણકારી પ્રદાન કરી. કિસાનોને જીએપી ઇમ્પ્લીમેટેશન, કીટ મુક્ત ખેતી, તાજા ફળો અને શાકમાં રોગોની ઓળખ, પૂર્વી ઉત્તર પ્રદેશથી કૃષિ-એક્સપોર્ટને વધારવાની રણનીતિ પર પણ તકનીકી જાણકારી આપવામાં આવી.


આ પણ વાંચોઃ UP બ્લોક પ્રમુખ ચૂંટણીમાં BJP 600ને પાર, PM મોદીએ યોગીને આપ્યો શ્રેય


કેળાના એક્સપોર્ટ પર ભાર
આ બેઠકમાં આઈસીએઆર- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સબ ટ્રોપિકલ હોર્ટિકલ્ચર, આઈસીએઆર- ભારતીય ભૂમિ વિજ્ઞાન સંસ્થાન, આઈસીએઆર- ભારતીય વનસ્પતિ સંશોધન સંસ્થા, આઈઆરઆરઆઈ- દક્ષિણ એશિયા પ્રાદેશિક ક્ષેત્ર, નરેન્દ્ર દેવ કૃષિ અને ટેક્નોલોજી વિશ્વ વિદ્યાલય, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્ય કૃષિ અને બાગાયતી વિભાગોના કૃષિ વૈજ્ઞાનિકો અને મુખ્ય સંસ્થાના અધિકારીઓએ ભાગ લીધો હતો. કેળાના એક્સપોર્ટ પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એપીડા રજીસ્ટર્ડ એક્સપોર્ટરના પ્રતિનિધિના કિસાનોને કેળાના પ્રોસેસિંગ વિશે જાણકારી આપવામાં આવી હતી. એપીડા ભારતના કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં એક્સપોર્ટ કરવાના ઉદ્દેશ્યથી બધા સ્ટેકહોલ્ડર્સોની સાથે મળી કાર્ય કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube