મોદી સરકાર લાવશે `ખાસ` યોજના, બેરોજગારોને મળશે તાબડતોબ નોકરી!
મોદી સરકાર હવે દેશના બેરોજગારો માટે એક `ખાસ` યોજના લાવવાની તૈયારીમાં છે.
નવી દિલ્હી: મોદી સરકાર હવે દેશના બેરોજગારો માટે એક 'ખાસ' યોજના લાવવાની તૈયારીમાં છે. ઝી મીડિયાને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ, સરકાર એક એવી સિસ્ટમ બનાવવાની તૈયારી કરી રહી છે, જે બેરોજગારો પાસેથી ફીડબેક લઈને તેમની ઉણપોને દૂર કરવાની કોશિશ કરશે અને યુવાઓને જેમ બને તેમ જલદી નોકરી અપાવવામાં મદદ કરશે. આ યોજનાનો સીધો ફાયદો લાંબા સમયથી નોકરી માટે આમ તેમ નોકરીની શોધમાં ભટકી રહેલા બેરોજગાર યુવકોને થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ યોજનાનો ફાયદો એવા લોકોને પણ થશે જેમને સમયસર નોકરી મળે છે. કારણ કે આવા લોકોની માહિતી સિસ્ટમમાં અપડેટ થતા જ હટાવી લેવામાં આવશે.
કેવી રીતે જોડાઈ શકાશે બેરોજગારી યુવાઓ
ઝી મીડિયાને મળેલી માહિતી મુજબ હવે બહુ જલદી સરકાર તમને પૂછશે કે તમે જ્યાં જોબ માટે અરજી કરી હતી ત્યાં તમને નોકરી મળી કે નહીં. આ સવાલના જવાબમાં બેરોજગારો દ્વારા અપાયેલા જવાબના આધારે સરકાર નવી રણનીતિ બનાવશે. કહેવાય છે કે રજિસ્ટ્રેશનના બે થી ત્રણ મહિના બાદ તમારા મોબાઈલ નંબર SMS દ્વારા પૂછવામાં આવશે કે શું તમને નોકરી મળી કે નહીં. તમારે હા કે ના માં જવાબ આપવો પડશે.
મુશ્કિલ નહીં હોય આ કામ
લેબર મિનિસ્ટ્રીના ટોચના સૂત્રોના જણાવ્યાં મુજબ નેશનલ કેરિયર સેન્ટરના પ્લેટફોર્મ દ્વારા આ સર્વિસ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે પણ જોબ સિકર્સ આ પ્લેટફોર્મ દ્વારા અરજી કરશે તેમને મેસેજ કે કોલ કરીને તેમને નોકરી મળી કે નહીં તે અંગે જાણકારી માંગવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ પ્લેટફોર્મનો ઉપયોગ જોબ સિકરનો ડેટા લેવા માટે અનેક પોર્ટલ અને સાઈટ્સ કરે છે એવામાં આ સર્વિસ આપવી મુશ્કેલ નથી.
આ યોજનાથી બેરોજગારોની ખાસ મદદ
લેબર મિનિસ્ટ્રીના સૂત્રોનો દાવો છે કે તેના ઘણા ફાયદા થશે. જો તમે ઘણા મહિનાથી નોકરી શોધી રહ્યાં છો અને હજુ સુધી શોધ પુરી થઇ નથી તો સરકાર પાસે એવા લોકોના પણ આંકડા ઉપલબ્ધ છે. જેના માટે અલગથી પ્રયત્ન કરવામાં આવશે. જોકે નોકરી કેમ નથી મળી રહી, શું કયા પ્રકારની ટેક્નિક અથવા સ્કિલ ટ્રેનિંગની જરૂર છે. આ મદદ સરકાર દ્વારા કરી શકાય.
નોકરી મળી જશે તો પણ મળશે તમને મદદ
સૂત્રોના જણાવ્યાં મુજબ જો તમે હાંમાં જવાબ આપશો તો સરકારને આ પ્લેટફોર્મથી નોકરી મેળવનારાઓનો આંકડો મળી જશે. નોકરી મળી ગયા બાદ સંબંધિત પ્લેટફોર્મથી તમારો બાયોડેટા પણ હટાવી લેવામાં આવશે જે થી કરીને તમને કારણ વગરની પરેશાની ન થાય. સૂત્રોએ એ પણ જાણકારી આપી કે નવી સિસ્ટમ માટે નેશનલ કેરિયર સેન્ટરના પ્લેટફોર્મ પર બદલાવની યોજના પર કામ શરૂ થઈ ગયું છે.