નવી દિલ્હીઃ કેબિનેટની બેઠકમાં આજે નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય મંત્રીમંડળે જમ્મૂ-કાશ્મીરમાં છ મહિના માટે રાજ્યપાવ શાસનના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્લિમ મહિલાઓને ધ્યાનમાં રાખતા મોદી સરકાર સંસદ સત્રમાં ત્રણ તકાલ બિલ રજૂ કરશે. કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, જૂના અધ્યાદેશને બિલમાં ફેરવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કેબિનેટે જમ્મૂ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી છે, જેથી જમ્મૂ કાશ્મીરમાં આંકરરાષ્ટ્રીય બોર્ડર પર રહેતા લોકોને રાહત મળશે. 


કેન્દ્ર સરકારે આધાર અને અન્ય કાયદા (સંશોધન) વિધેયક, 2019ને મંજૂરી આપી દીધી છે. હવે કોઈપણ વ્યક્તિને આધાર નંબર ઉપલબ્ધ કરાવવા માટે મજબૂર ન કરી શકાય. 



મંત્રીએ જણાવ્યું કે, કેબિનેટે જમ્મૂ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી દીધી છે, જેમાં જમ્મૂ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રહેતા લોકોને રાહત મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે અનામત માટે ત્યાં 1954ના રાષ્ટ્રપતિ આદેશમાં ફેરફાર કરીને અનામત જોગવાઇમાં ફેરફાર કર્યો છે. આ હેઠળ જ્યાં જમ્મૂ-કાશ્મીર નિયંત્રણ રેખાની પાસે રહેતા લોકોની સાથે-સાથે હવે આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકોને પણ અનામતનો લાભ મળશે. અત્યાર સુધી અહીં માત્ર નિયંત્રણ રેખાની પાસે રહેતા લોકો માટે આ સુવિધા ઉપલબ્ધ હતી. 



મંત્રીઓને જવાબદારી સોંપાયા બાદ કેન્દ્રીય મંત્રીપરિષદની પ્રથમ બેઠક બુધવારે યોજાઇ હતી. તેમાં સરકારના લઘુ અને દીર્ધકાલિન એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના તમામ સચિવો સાથે થયેલી વાતચીતના આગલા દિવસે થઈ હતી.