કોંગ્રેસ પાર્ટીએ ગત સપ્તાહે બહાર પાડવામાં આવેલા એક કથિત અધિકૃત આદેશનો  હવાલો આપતા દાવો કર્યો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગતિવિધિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર પ્રતિબંધ હટાવી દેવાયો છે. જો કે કોંગ્રેસ નેતાોએ એક્સ પર પોસ્ટ કરેલા કથિત અધિકૃત આદેશની ખરાઈ થઈ શકી નથી. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ આદેશનો એક સ્ક્રીન શોટ જરૂર શેર કર્યો છે. તેમણે કહ્યું કે 58 વર્ષ પહેલા બહાર પાડવામાં આવેલા એક ગેરબંધારણીય નિર્દેશને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર પાછો ખેંચ્યો છે. અનેક મીડિયા રીપોર્ટ્સમાં પણ સ્પષ્ટ કહેવાયું છે કે હવે સરકારી કર્મચારીઓ RSS ના કાર્યક્રમોમાં સામેલ થઈ શકશે કારણ કે કેન્દ્ર સરકારે લગભગ 6 દાગયકા જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 જુલાઈના રોજ બહાર પાડ્યો આદેશ?
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કાર્મિક, લોક ફરિયાદ અને  પેન્શન મંત્રાલય દ્વારા 9 જુલાઈના રોજ એક આદેશ શેર કર્યો જે RSS ની ગતિવિધિઓમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી સંબંધિત છે. આ આદેશમાં કહેવાયું છે કે ઉપર્યુક્ત નિર્દેશોની સમીક્ષા કરાઈ છે અને એવો નિર્ણય લેવાયો છે કે 30 નવેમ્બર 1966, 25 જુલાઈ 1970 અને 28 ઓક્ટોબર 1980ના સંબંધિત કાર્યાલય મેમોરેન્ડમમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉલ્લેખ હટાવવામાં આવે. 



આદેશની તસવીર સાથે એક પોસ્ટમાં રમેશે કહ્યું કે ફેબ્રુઆરી 1948માં ગાંધીજીની હત્યા બાદ સરકાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ સારા આચરણના આશ્વાસન પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો. ત્યારબાદ પણ આરએસએસએ નાગપુરમાં ક્યારેય તિરંગો ફરકાવ્યો નથી. 


1966થી હતો પ્રતિબંધ
તેમણે પોસ્ટમાં કહ્યું કે 1966માં આરએસએસની ગતિવિધિઓમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને આ યોગ્ય નિર્ણય હયતો. તે 1966માં પ્રતિબંધ લગાવવા માટે બહાર પડાયેલા અધિકૃત આદેશ છે. 


રમેશે કહ્યું કે ચાર જૂન 2024 બાદ સ્વયંભૂ બાયોલોજિકલ પ્રધાનમંત્રી અને આરએસએસ વચ્ચે સંબંધોમાં કડવાહટ આવી છે. 9 જુલાઈ 2024ના રોજ 58 વર્ષનો પ્રતિબંધ હટાવી દીધો જે અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંત્રી કાર્યકાળ વખતે પણ લાગૂ હતો. રમેશે કહ્યું કે મારું માનવું છે કે નોકરશાહી હવે નિકરમાં પણ આવી શકે છે. 


કોંગ્રેસ નેતાએ આ વાત આરએસએસના ખાખી ચડ્ડીવાળા પોષાક તરફ ઈશારો કરતા કહી. જેને 2016માં ભૂખરા રંગના પેન્ટ સાથે બદલવામાં આવી હતી. 9 જુલાઈના આદેશને ટેગ કરતા ભાજપના નેતા અમિત માલવીયએ કહ્યું કે 58 વર્ષ પહેલા 1966માં બહાર પાડવામાં આવેલા ગેરબંધારણીય આદેશને મોદી સરકાર દ્વારા પાછો ખેંચવામાં આવ્યો છે. આ આદેશમાં સરકારી કર્મચારીઓને આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ભાજપ નેતાએ કહ્યું કે મૂળ આદેશને પહેલા જ પસાર કરવો જોઈતો નહતો.