ચીન-PAKના દાંત ખાટા કરી નાખશે `આકાશ`, મોદી સરકારે આપ્યાં 5000 કરોડ રૂપિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વાયુસેનાને મજબુત કરવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. જો કે સરકાર આ બધા વચ્ચે સરકાર એ વાતનો પણ ચોક્કસપણે ખ્યાલ રાખી રહી છે કે તેમાં `મેક ઈન ઈન્ડિયા`નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વાયુસેનાને મજબુત કરવા માટે દરેક શક્ય કોશિશ કરી રહી છે. જો કે સરકાર આ બધા વચ્ચે સરકાર એ વાતનો પણ ચોક્કસપણે ખ્યાલ રાખી રહી છે કે તેમાં 'મેક ઈન ઈન્ડિયા'નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. આ જ કડીમાં મોદી સરકારે સ્વદેશી બનાવટની આકાશ મિસાઈલ સિસ્ટમની છ સ્ક્વોડ્રનને ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે સરકારે પાંચ હજાર કરોડ રૂપિયાની મંજૂરી પણ આપી દીધી છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ આકાશ મિસાઈલની સ્ક્વોડ્રનને પાકિસ્તાન અને ચીન સાથેના સરહદી વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે.
કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા મામલોની કેબિનેટ કમિટીએ હાલમાં જ વાયુસેના માટે આ પ્રોજેક્ટને સહમતિ આપી હતી. રક્ષા મંત્રાલયે સરકારના આ નિર્ણયની જાણકારી વાયુસેનાને ગુરુવારે આપી. સૂત્રોએ જણાવ્યું કે આ મિસાઈલ સિસ્ટમની ખરીદી માટે ત્રણ વર્ષ પહેલા પ્રસ્તાવ મૂકાયો હતો. તેની મંજૂરી સાથે જ વાયુસેના પાસે આકાશ મિસાઈલ સિસ્ટમની સંખ્યા 15 થઈ જશે.
ગત વર્ષ ઈઝરાયેલ સાથે સૂર્ય લંકા યુદ્ધાભ્યાસ દરમિયાન આકાશ ડિફેન્સ સિસ્ટમને ઉત્કૃષ્ટ પ્રદર્શનવાળી સિસ્ટમ જણાવવામાં આવી હતી. 27 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈક વખતે આ મિસાઈલ ટેકનિકની જરૂરિયાત મહેસૂસ કરાઈ હતી. ત્યારબાદ આ પ્રસ્તાવને સહમતિ આપવામાં આવી.
આકાશ મિસાઈલની ખાસિયતો
25 કિમી સુધી પ્રહાર કરનારી અને 60 કિગ્રા વોરહેડ કેરી કરવાની ક્ષમતાવાળી મિસાઈલનું પરીક્ષણ આઈટીઆરના પ્રક્ષેપણ પરિસર-3થી સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી કરાયું હતું. પરીક્ષણ દરમિયાન પેરા બેરલ લક્ષ્ય પર નિશાન સાધનારી આકાશ મિસાઈલ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ઈસરો) દ્વારા વિક્સિત મધ્યમ સ્તરની જમીનથી હવામાં પ્રહાર કરનારી એન્ટી એરક્રાફ્ટ ડિફેન્સ સિસ્ટમ છે. Integrated guided missile development પ્રોગ્રામ હેઠળ તેને વિક્સિત કરવામાં આવી છે. આકાશ રામજેટ-રોકેટ સંચાલન પ્રણાલીથી ઓપરેટ થાય છે.
જુઓ LIVE TV