નવી દિલ્હી : સરકાર ચૂંટણી પહેલા મકાન ખરીદનારાઓને વધારે એક રાહત આપવા જઇ રહી છે. હવે ઘર ખરીદનારાઓએ ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ ઘર બુક કરાવ્યા બાદ સબ્સિડીની રકમ માટે રાહ નહી જોવી પડે. સુત્રો અનુસાર સરકારે હોમ બાયર્સ માટે ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમમાં ઝડપ લાવવા માટે જણાવ્યું છે. સરકાર દ્વારા તમામ કોમર્શિયલ બેંક અને એનએચબીને સબ્સિડીની રકમ ચુકવણીમાં ઝડપ લાવવા માટેના આદેશો આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદીય સમિતિ સમક્ષ ટ્વીટરના ઉચ્ચ અધિકારીઓ હાજર થાય, નહી તો કડક કાર્યવાહી

તમામ ઘર ખરીદદાતાઓ PMAY (વડાપ્રધાન આવાસ યોજના) ને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ સબ્સિડી માટે 3-4 મહીના રાહ જોવી પડે છે. જ્યાં સુધી સરકાર તરફથી સબ્સિડીની રકમ આવી નથી જતી. જ્યારે ઘર ખરીદનારે ત્યાં સુધી મકાનની સંપુર્ણ રકમ પર ઇએમઆઇ ચુકવવા પડે છે. સબ્સિડી આવી જવાનાં કારણે EMIની રકમમાં પણ ઘટાડો થાય છે. 


UPSCમાં નિષ્ફળ ઉમેદવારો માટે ખુશખબરી: સરકાર આપશે નોકરી, જાણો કઇ રીતે

સરકારી બેંકોને હોમ બાયર્સની માહિતી મળતાની સાથે જ તુરંત ચુકવણી કરવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા છે. સુત્રો અનુસાર એનએચબીને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી માટે આશરે 7 હજાર કરોડ રૂપિયાની વધારે રકમ મળશે. 


ફરી ED સમક્ષ હાજર થશે રોબર્ટ વાડ્રા, બિકાનેર કેસ અંગે થશે પુછપરછ

ક્રેડિટ લિંક્ડ સબ્સિડી સ્કીમ હેઠળ હોમ બાયર્સને 4 કેટેગરીમાં ઇટરેસ્ટ સબ્સિડીનો ફાયદો મળે છે. શહેરી વિકાસ મંત્રાલયે માર્ચના અંત સુધી વધારાના 5.30 લાખ ઘર સેક્શન કરવાની યોજના બનાવી છે. આ સબ્સિડીનો ફાયદો EWS, LIG, MIG-1 અને MIG-2 કેગેગરીમાં મળે છે. આ સ્કીમ માટે એનએચબી નોડલ એજન્સી તરીકે કામ કરે છે. CLSS સ્કીમ હેઠળ અત્યાર સુધી આશરે 1.40 પરિવારોને સબ્સિડીનો ફાયદો મળી ચુક્યો છે.