નવી દિલ્હીઃ મોદી કેબિનેટે બુધવારે આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ પર પોતાની મહોર લગાવી દીધી. આ યોજનાથી દેશના 10 કરોડ પરિવારો માટે 5 લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવશે.  આયુષ્માન ભારત યોજના પ્રમાણે પ્રત્યેક પરિવારને પ્રતિ વર્ષ સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળશે. આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અને સીનિયર સિટીઝન ઈન્શયોરન્સ સ્કીમનું સ્થાન લેશે. નાણાપ્રધાને આ વર્ષે રજૂ કરેલા બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. હવે કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે જણાવ્યા પ્રમાણે, આ યોજનાને ઉપલબ્ધ અને પારદર્શી બનાવવા માટે આધાર, કિંમત નિયંત્રણ, જેવા ઘણા પ્રકારના ઓળખ પ્રમાણના ઉપાય કરવામાં આવ્યો છે. બીજીતરફ આ રાજ્યો પર નિર્ભર કરશે કે તે આને લાગૂ કરવા ઈચ્છે છે કે નહીં. શરૂઆતી જાણકારી પ્રમાણે આ યોજના કેશલેશ હશે અને હાલની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાને નવી યોજનાનું રૂપ આપવામાં આવશે. 1 એપ્રિલ 2018થી સરકાર પાસે આ માટે 2 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ હશે. 


દેશભરમાં બનાવવામાં આવશે દોઢ લાખ સ્વાસ્થ્ય કેન્દ્ર
સમગ્ર ભારતમાં આયુષ્માન પ્રોગ્રામ હેઠળ દોઢ લાખ સ્વાસ્થ્ય ક્રેન્દ્ર બનાવવામાં આવશે. ખાનગી કંપનીઓ પણ આમા ભાગ લઈ શકે છે. જેટલીએ બજેટ ભાષણમાં કહ્યું હતું. આયુષ્માન ભારત મુજબ આ બે દૂરગામી પહેલા વર્ષ 2022 સુધી એક નવા ભારતનું નિર્માણ કરશે. યુપીએ સરકારના સમયથી ચાલી રહેલી હાલની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં ગરીબ પરિવારોને 30 હજાર રૂપિયાનું વાર્ષિક કવરેજ પ્રદાન કરવામાં આવતું હતું.