નવી દિલ્હીઃ મોદી સરકાર 2.0નું હવે પછીનું નવું લક્ષ્ય 100 દિવસના અંદર ઉજ્જવલા યોજનાને 8 કરોડ ગૃહિણી સુધી પહોંચાડવાનું છે. આ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે ગુજરાન કરતા (BPL) પરિવારની મહિલા સભ્યોના નામે રાંધણ ગેસનું કનેક્શન નિઃશુલ્ક આપવામાં આવે છે. 1 મે, 2016 ના રોજ લોન્ચ થયા પછી આ યોજનાને વ્યાપક સફળતા મળી છે અને તાજેતરની સામાન્ય ચૂંટણીમાં સરકારને ફરીથી ચૂંટાઈ આવવામાં મદદરૂપ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ગરીબ પરિવાર આવશે દાયરામાં
ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધી 7.2 કરોડ ઉજ્જવલા કનેક્શન આપી દેવાયા છે અને સરકારી અધિકારીએ જણાવ્યું કે, હવે આ સંખ્યાને 8 કરોડ સુધી પહોંચાડવા માટે યુદ્ધના સ્તરે કામ ચાલી રહ્યું છે, કેમ કે, વાસ્તવિક લક્ષ્ય સરકારના 100 દિવસના અંદર 8 કરોડ ઘરમાં ગેસ કનેક્શન આપવાનું છે.


93-94% મહિલાઓ સુધી ઘરેલુ ગેસ કનેક્શન
આ સાથે જ આ વર્ષના અંત સુધીમાં 100 ટકા ઘરેલુ મહિલાઓ સુધી ગેસ કનેક્શન એટલે કે એલપીજી કનેક્શન પહોંચાડવાનું લક્ષ્ય છે. અત્યારે દેશમાં 93-94 ટકા મહિલાઓ રાંધણ ગેસનો ઉપયોગ કરી રહી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....