સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં ત્રણ તલાકનો નવો ખરડો રજૂ કરશે મોદી સરકાર
ગયા મહિને 16મી લોકસભા ભંગ થઈ ગયા પછી છેલ્લો ખરડો નિષ્પ્રભાવી થઈ ગયો હતો, કેમ કે તે રાજ્યસભામાં પડતર રહ્યો હતો
નવી દિલ્હીઃ મોદી સરકાર 'ત્રણ તલાક' પ્રથા પર પ્રતિબંધલગાવતો નવો ખરડો સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં રજૂ કરશે. આ ખરડો જૂની એનડીએ સરકાર દ્વારા ફેબ્રુઆરીમાં રજુ કરવામાં આવેલા એક વટહુકમનું સ્થાન લેશે. કેન્દ્રીય મંત્રીમંડળે 'ત્રણ તલાક' પ્રથા પર પ્રતિબંધ મુક્તા નવા ખરડાને બુધવારે મંજુરી આપી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી છે.
ગયા મહિને 16મી લોકસભા ભંગ થઈ ગયા પછી છેલ્લો ખરડો નિષ્પ્રભાવી થઈ ગયો હતો, કેમ કે તે રાજ્યસભામાં પડતર રહ્યો હતો. વાત એમ છે કે, કોઈ ખરડો જો લોકસભામાં પસાર થઈ ગયો હોય અને રાજ્યસભામાં તે પડતર રહ્યો હોય અને ત્યાર પછી જો નીચલું ગૃહ (લોકસભા) ભંગ થઈ જાય તો તે ખરડો નિષ્પ્રભાવી થઈ જાય છે.
હાઈપરસોનિક એરવ્હીકલઃ ભારત બન્યો વિશ્વનો ચોથો દેશ, DRDOની મોટી સફળતા
શું છે ત્રણ તલાક બિલ?
મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકાર સંરક્ષણ) વટહુમક,2019 અંતર્ગત ત્રણ તલાક હેઠળ તલાક ગેરકાયદે છે, અમાન્ય છે અને પતિ જો આ રીતે કોઈ મહિલાને છુટાછેડા આપે તો તેને ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે.