શ્રીનગર : કેન્દ્રીય ચૂંટણી પંચે રવિવારે 2019ની લોકસભા ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દીધી છે. લોકસભા ચૂંટણીની સાથે ચૂંટણી પંચે એક તરફ ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાની પણ જાહેરાત કરી છે, જો કે પંચે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ભંગ થવા છતા પણ રાજ્યમાં ચૂંટણી નહી કરાવવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચની આ જાહેરાત બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીની ટીકા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની એકમાત્ર સીટ જ્યાં 3 તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી

દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં પંચની પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નહી કરાવવાની વાત કરતા કહેતા કહ્યું કે સુરક્ષાની દ્રષ્ટીએ હાલ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન કરાવવામાં નહી આવે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ ઉમરે વડાપ્રધાન મોદી અને કેન્દ્રની ટીકા કરતા અનેક ટ્વીટ કર્યા. ઉમરે પોતાનાં એક ટ્વીટમાં લખ્યું કે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન, આતંકવાદીઓ અને હુર્રિયતની સામે સરેન્ડર કરી દીધું છે. ખુબ જ સારુ મોદી સાહે 56 ઇંચની છાતી ફેલ થઇ ચુકી છે. 


ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર બાજ નજર, ઉમેદવારોએ આપવી પડશે માહિતી

રાજનાથ સિંહના વચનની શું અસર થઇ
એક અન્ય ટ્વીટમાં ગૃહમંત્રી પર કટાક્ષ કરતા ઉમરે કહ્યું કે, રાજનાથ સિંહેના તે વચનોનું શું થયું જો તેમણે લોકસભા, રાજ્યસભા અને સર્વદળીય બેઠકમાં કર્યું હતું કે ચૂંટણી માટે તમામ સુરક્ષાદળોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત્ત ચૂંટણીનો હવાલો ટાંકતા ઉમરે પોતાના ટ્વીટમાં લખ્યું કે, 1996 બાદ પહેલી વાર એવું થઇ રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી સમય પર નથી થવાના. દરેક વખતે વડાપ્રધાન મોદીના સશક્ત નેતૃત્વની સરાહના કરતા પહેલા  આ વાતનું ધ્યાન રાખવું પડશે. 


ખુશખબરી! નોકરી બદલ્યા બાદ આપોઆપ EPF થશે ટ્રાન્સફર, EPFOની તડામાર તૈયારી

ભારત વિરોધી શક્તિઓ સામે ઘુંટણી થવું શરમજનક
બાલકોટ અને ઉરી વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓના સંભાળવાનું પ્રતિક નથી, પરંતુ જમ્મુ કાશ્મીર છે અને જરા જુઓ કે અહીં તેમણે કેવી વ્યવસ્થા બનાવી દીધી છે. ભારત વિરોધી શક્તિઓની સામે એકદમથી ઘુંટણીયે પડવું શરમજનક છે.