દેહરાદુન : ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવંદ્ર સિંહ રાવતે મંગળવારે વડાપ્રધાન મોદીની તુલના સંવિધાન નિર્માતા ભીમરાવ આંબેડકર સાથે કરતા કહ્યું કે, 10 ટકા અનામતના કેન્દ્રનાં નિર્ણયના કારણે આર્થિક રીતે નબળા વર્ગને ઘણો ફાયદો મળશે. આ ઐતિહાસિક પગલા માટે વડાપ્રધાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આભાર વ્યક્ત કરવાની સાથે તેમણે કહ્યું કે, તમામનો સાથ તમામનો વિકાસના લક્ષ્યાંકને સાકાર કરવા તરફ વધારે એક ડગલુ માંડ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી 21મી સદીના આંબેડકર છે. ગરીબ માતા-પિતાનાં પુત્ર, તેમણે સમાજનાં તમામ વર્ગોનાં ગરીબો અંગે વિચાર્યું છે. આર્થિક આધારે અનામતની માંગ સમગ્ર દેશનાં સામાન્ય વર્ગની તરફ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. નિર્ણયથી તેમને ઘણો મોટો ફાયદો થવાનો છે. 

મંગળવારે લોકસભાથી આર્થિક આધાર પર 10 ટકા અનામતનું બિલ પાસ થઇ ચુક્યું છે. લોકસભામાં અનામત સંશોધન બિલનાં પક્ષમાં 323 મત પડ્યા હતા. માત્ર 3 વોટ જ વિરોધમાં પડ્યા હતા. લોકસભામાં હાલ 326 સભ્યો હાજર હતા. 2/3 બહુમતીથી વધારે સભ્યોનાં હાજર હોવાનાં કારણે આ બિલ પાસ થઇ ગયું છે. આ બિલ બુધવારે રાજ્યસભામાં જશે. 

પ્રસ્તાવિત અનામત અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતી અને અન્ય પછાત વર્ગને આપવામાં આવતા હાલનાં 50 ટકા અનામત ઉપરાંતનું છે. જેથી હવે દેશમાં કુલ 60 ટકા અનામત થઇ જશે. જ્યારે ઓપન ક્વોટા માત્ર 40 ટકા જ રહેશે.