વડાપ્રધાન વારંવાર પોતાનાં પદની ગરિમાં ભુલીને નિવેદનો આપી રહ્યા છે: કોંગ્રેસ
કોંગ્રેસનું કહેવું છે કે, વડાપ્રધાનજી મર્યાદા અને શાલીનતાની પરિધિથી બહાર નિકળીને નિવેદનબાજી કરી રહ્યા છે
નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ મુદ્દે વડાપ્રધાન મોદી દ્વારા સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધી પર પરોક્ષ રીતે નિશાન સાધવામાં આવ્યા બાદ કોંગ્રેસ ભડક્યું છે. કોંગ્રેસ આરોપ લગાવ્યો કે, મોદી વારંવાર વડાપ્રધાન પદની ગરીમાને ભુલી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ કર્ણાટક ચૂંટણીમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, યેદિયુરપ્પાએ કોર્ટનો સામનો કર્યો છે, તેમ છતા પણ કોંગ્રેસ સતત તેમનાં પર નીરાધાર આરોપો લગાવી રહી છે, જો કે માં- પુત્ર (સોનિયા -રાહુલ) પોતે જામીન પર છે.
વડાપ્રધાન મોદીનો ઇશારો નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત કોંગ્રેસ પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફ હતો. આ અંગે ભડકેલા કોંગ્રેસી પ્રવક્તા આનંદ શર્માએ કહ્યું કે, વડાપ્રધાનજી મર્યાદા અને શાલિનતાની પરિધિથી બહાર નીકળી રહ્યા છે. વડાપ્રધાન પદની ગરીમા અંગે વારંવાર તેઓ પ્રહાર કરી રહ્યા છે. સરકાર તંત્રનો દુરૂપયોગ કરીને કોંગ્રેસ અને અન્ય નેતાઓ પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા અને પછીઆ પ્રકારની વાત કરવામાં આવી રહી છે આનાથી વધારે અયોગ્ય કંઇ જ ન હોઇ શકે.
શર્માએ કહ્યું કે, વડાપ્રધાન કર્ણાટકમાં તે લોકોને જુએ જે તેમની સાથે મંચ પર બેઠા છે. આ લોકો પર ગંભીર આોપો છે અને કેટલાક તો જેલમાં પણ જઇ ચુક્યા છે. શર્માએ આરોપ લગાવ્યો કે, ચૂંટણીમાં ફાયદા માટે સમાજમાં તણાવ પેદા કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધર્મનાં નામે વિભાજન અને ધ્રૂવીકરણ થિ રહ્યું છે. તેનાં માટે સ્પષ્ટ રીતે વડાપ્રધાન જવાબદાર છે. અમે વડાપ્રધાન કર્ણાટકમાં પ્રચાર કરે તેનાંથી વિચલિત નથી. દેશનાં લોકોને હવે તેમનાં પર ભરોસો જ નથી રહ્યો. જેનાં કારણે આ વાત હતાશા સ્વરૂપે બહાર આવી રહી છે.