નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ચીનને ધ્યાનમાં રાખીને સેનાની એક કોર ગઠિત કરવાના પ્રસ્તાવ કથિત રીતે માળીયે ચઢાવી દેવાના મુદ્દે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યો અને દાવો કર્યો કે આઝાદ ભારતના ઇતિહાસમાં મોદીને છોડીને કોઇ બીજા વડાપ્રધાન વિદેશી શક્તિ સામે ઝુક્યા નથી. ગાંધીએ એક સમાચાર પત્રને શેર કરતા ટ્વીટ કર્યું, આપણા વડાપ્રધાને એજન્ડા વગર ચીનની યાત્રા કરી. તેમાં ચીનનો ગુપ્ત એજન્ડા હતો જે હવે સામે આવી રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલે કહ્યું કે, ભારતનાં ઇતિહાસમાં કોઇ પણ વડાપ્રધાન વિદેશી શક્તિના દબાણમાં નથી ઝુક્યું, જો કે તે આ વડાપ્રધાન ઝુક્યા છે. તે ભાજપનો રાષ્ટ્રવાદ છે જે તમામની સામે આવી ચુક્યું છે. પોતાનાં આ ટ્વીટની સાથે જ રાહુલ ગાંધીએ જે સમાચાર શેર કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, વિશેષ રીતે ચીનને ધ્યાનમાં રાખતા સેનાએ માઉન્ટેન સ્ટ્રાઇક કોરની રચનાની યોજના બનાવવામાં આવી હતી જો કે આર્થિક અભાવના કારણે તેને માળી ચઢાવી દેવામાં આવી છે. 



અગાઉ 27 એપ્રીલે પણ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ચીનના મુદ્દે નિશાન સાધ્યું હતું. તે સમયે ચીન યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાનાં ટ્વીટમાં વડાપ્રધાન મોદીને ચીનની સાથે બે મહત્વનાં મુદ્દાઓની યાદ અપાવી હતી, જેના પર આ બંન્ને દેશોની વચ્ચે વાત થવી જરૂરી છે. 



અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની સેનાઓની તુલના વચ્ચે આપણે આ સત્યને માનવું પડશે કે ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ત્રણ ગણુ મોટું છે. વર્ષ 2017માં ચીને પોતાના સંરક્ષણ બજેટમાં 152 બિલિયન ડોલરનું પ્રાવધાન કર્યું છે, બીજી તરફ ભારતનું સંરક્ષણ બજેટ 53.5 બિલિયન ડોલરનું છે. તે પણ સત્ય છે કે સૈનિકોની સંખ્યા હોય, લડાકુ વિમાનોની સંખ્યા હોય કે પછી ટેંકોની સંખ્યા હોય, ચીન ભારત સામે ઝક્કીસ છે.