મોદી ભારતને `હિન્દુ રાષ્ટ્ર` બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ એચ.ડી. દેવેગૌડા
બેંગલુરુઃ જેડીએસના સુપ્રીમો એચ.ડી. દેવગૌડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મંગળવારે આરોપ લગાવ્યો કે તેઓ ભારતને 'હિન્દુ રાષ્ટ્ર' બનાવવા માગે છે. પૂર્વ વડા પ્રધાને એ મુદ્દે પણ સવાલ ઉઠાવ્યો કે, બંધારણની ધારા 350ને શા માટે નાબૂદ કરવી જોઈએ? આ ધારા જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે.
તેમણે જણાવ્યું કે, "તેને શા માટે નાબૂદ કરવી જોઈએ?" સવાલ એ છે કે, "તેને શા માટે નાબૂદ કરવી જોઈએ?" ત્યાં ધારા 370 મેં તો લગાવી નથી.
તેમણે જણાવ્યું કે, 'કાશ્મીરના તત્કાલિકન રાજા જ્યારે અખંડ ભારતમાં જોડાયા ત્યારે ધારા 370 પર સહમતિ સાધવામાં આવી હતી. ત્યાં (જમ્મુ-કાશ્મીરમાં) બૌદ્ધ છે, મુસ્લીમ છે, હિન્દુ છે, બ્રાહ્મણ છે, પંડિત છે અને અનેક સમુદાયના લોકો વસે છે. ત્યાંનું વાતાવરણ જોતાં એક નિર્ણય લેવાયો હતો.'
લોકસભા ચૂંટણી ઢંઢેરોઃ કોંગ્રેસના ચૂંટણી વાયદા.... 2014 વિરુદ્ધ 2019
દેવેગૌડા હાસનમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. અહીં તેમનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના લોકસભા ચૂંટણી માટે જનતા દળ (સેક્યુલર)ો ઉમેદવાર છે. તેમણે જણાવ્યું કે, "મોદીનો વિચાર સમગ્ર દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે. શું હું હિન્દુ નથી? શું હું મુસ્લિમ કે ખ્રિસ્તિ કે બૌદ્ધ છું? આપણને દરેક ધર્મ પર વિશ્વાસ છે."
યોગીએ ભારતીય સેનાને જણાવી 'PM મોદીની સેના', ચૂંટણી પંચે માગ્યો અહેવાલ
દેવગૌડાએ તમામ સંપ્રદાયોના સહ-અસ્તિત્વવાળી વ્યવસ્થાની તરફેણ કરી અને બંગાળ( બાંગ્લાદેશના ભાગલા પડતા પહેલા) થયેલી સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત નોઆખલીમાં શાંતિની સ્થાપના માટે મહાત્મા ગાંધીના પ્રયાસોને યાદ કરતા જણાવ્યું કે, "ગાંધીએ આપણને આઝાદી અપાવી છે. શું આ લોકો (ભાજપ)એ આપણને આઝાદી અપાવી? આંબેડકરે આપણને બંધારણ આપ્યું છે."
PM મોદીના સમર્થનમાં નિવેદન આપી ફસાયા રાજ્યપાલ કલ્યાણસિંહ
આ સાથે જ તેમણે જણાવ્યું કે, "તમારા (ભાજપના) પોતાના વિચાર હોઈ શકે છે, પરંતુ હિન્દુસ્તાનની 130 કરોડની જનતા આ વિચાર સાથે સહમત છે કે નહીં એ તો જાણો? વર્તમાન ચૂંટણીમાં આ બાબતની પણ પરીક્ષા કરી લેવામાં આવે?"
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને વિશષ દરજ્જો આપતી ધારા 35-એ 'બંધારણિય રીતે નબળી છે' અને રાજ્યના આર્થિક વિકાસમાં વિઘ્નરૂપ છે.