લોકસભામાં ભાજપ જીતશે તો સૌથી પહેલાં કરશે આ કામો, ખુદ PM મોદીએ આપી ગેરંટી
BJP Manifesto For 2024 Election: આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ પર ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનીફેસ્ટોને મોદીની ગેરંટીનું નામ આપવામાં આવ્યું છે. જાણો આ ગેરંટીઓથી કઈ રીતે આગામી દિવસોમાં બદલાઈ જશે તમારું જીવન..
- ભાજપના સંકલ્પ પત્રમાં કયા કામોને પ્રાથમિકતા? જાણો મોદીની ગેરંટીથી કઈ રીતે બદલાશે તમારું જીવન
- લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના સંકલ્પ પત્ર (મેનીફેસ્ટો)માં કઈ-કઈ બાબતોની કરાઈ જાહેરાત?
- જાણો કઈ ચાર સૌથી અગત્યની બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે ભાજપનો મેનીફેસ્ટો?
- ભ્રષ્ટાચારીઓ સામે સખત કાર્યવાહીની મોદીની ગેરંટી
- વન નેશન વન ઈલેક્શનની પણ મેનીફેસ્ટોમાં જાહેરાત
- યુનિફોર્મ સિવિલ કોર્ડને ભાજપના સંકલ્પ પત્રમાં પ્રાથમિકતા
BJP Manifesto 2024: આજે દિલ્લીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી મોદી ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરી. જેમાં જણાવાયું છેકે, ભાજપ 2024ની ચૂંટણી જીતશે તો કયા-કયા જનહિતના કાર્યો કરશે. કઈ રીતે દેશના વિકાસને વેગ આપવામાં આવશે. જાણો યુવાનો, મહિલાઓ, વડીલો, ખેડૂતો અને ખાસ કરીને દેશની ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજા માટે પીએમ મોદી આપી છે કઈ કઈ વસ્તુઓની પાક્કી ગેરંટી....
આજે ચોથા નોરતે માતા કાત્યાયનીની પૂજા કરાય છે, માતાજીના બન્ને હાથમાં ધારણ કરેલું છે કમળ!
સંકલ્પ પત્રની જાહેર કરવા સ્પીચ આપવાની શરૂઆત કરી ત્યારે જ પીએમ મોદીએ કહ્યું- આજનો દિવસ ખૂબ જ શુભ છે. આ સમયે દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષનો ઉત્સાહ છે. બંગાળમાં વૈશાખ, આસામમાં બિહુ, ઓડિશામાં પાન સંક્રાંતિ, કેરળમાં બિશુ,નવું વર્ષ તમિલનાડુમાં પુથાન્ડુ છે... ચારેય કોર હર્ષોલ્લાસ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે આપણે બધા માતા કાત્યાયનીની પૂજા કરીએ છીએ. માતા કાત્યાયનીએ પોતાના બંને હાથોમાં કમળ ધારણ કર્યું છે. આ સંયોગ પણ એક મોટો આશીર્વાદ છે. તેમાં પણ સોનામાં સુગંધ એ છે કે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પણ છે.
ભાજપના મેનીફેસ્ટો (સંકલ્પ પત્ર - ચૂંટણી ઢંઢેરા) પીએમ મોદીએ આપી કઈ-કઈ વસ્તુઓની ગેરંટી?
- પીએમ મોદીએ કહ્યુંકે, ભારત માટે હવે સૌથી મહત્ત્વની છે આ ચાર બાબતો. ભાજપનો સંકલ્પ પત્ર વિકસિત ભારતના ચાર મજબૂત સ્તંભોને સશક્ત બનાવે છે, એ છે યુવા, મહિલાઓ, ગરીબ અને ખેડૂતો. જેને બનાવવામાં આવ્યાં છે ભાજપના ચૂંટણી ઢંઢેરાના પિલ્લર. સંકલ્પ પત્ર યુવાનો, મહિલાઓ, ગરીબો અને ખેડૂતોને સશક્ત બનાવવાની આપવામાં આવી છે મોદીની ગેરંટી.
- આગામી પાંચ વર્ષ નારીશક્તિની નવી ભાગીદારીના હશે. અમે આઈટી, શિક્ષા, સ્વાસ્થ્ય, ટુરિઝમ સેક્ટરમાં મહિલાઓને ટ્રેનિંગ અપાશે. અત્યાર સુધી એક કરોડ લખપતિ દીદી બની ચુકી છે. હવે મોદીએ 3 કરોડ લખપતિ દીદી બનાવવાની મોદીની ગેરંટી છે. નમો ડ્રોન યોજનાએનો જ એક ભાગ છે.
- ભારતને ફૂડ પ્રોસેસિંગ હબ બનાવવાનો અમારો સંકલ્પ છે. જે રૂરલ ઈકોનોમિ માટે ગ્રોથ એન્જીન બનશે.
- મુદ્રા યોજનાનો વ્યાપ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. મુદ્રા યોજનાએ કરોડો ઉદ્યોગસાહસિકો બનાવ્યા, નોકરીઓ બનાવી અને જોબ ક્રિએટર બન્યા. ભાજપે સંકલ્પ કર્યો છે કે અત્યાર સુધી મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 10 લાખ રૂપિયા હતી, હવે ભાજપે તેને વધારીને 20 લાખ કરી દીધી છે.
- અત્યાર સુધી અમે દરેક ઘરે સસ્તા સિલિન્ડર પહોંચાડ્યા છે. હવે અમે દરેક ઘર સુધી પાઈપથી સસ્તો રાંધણ ગેસ પહોંચાડવા માટે ઝડપથી કામ કરીશું.
- વૃદ્ધો ભલે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ-મધ્યમ વર્ગ, આ નવી શ્રેણી હશે, જેમને 5 લાખ રૂપિયાની મફત સારવાર યોજના મળશે. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વડીલોને મળશે આયુષ્માન યોજનાનો લાભઃ
- ભાજપે તેમના મેનીફેસ્ટોમાં જણાવ્યુંકે, અમે ગરીબો માટે 4 કરોડ કાયમી ઘર બનાવ્યા છે. પરિવારોનો વિસ્તાર થાય છે, એક ઘરમાંથી બે ઘર બને છે. નવા મકાનની જરુર રહે છે. તે પરિવારોની ચિંતા કરતા અમે 3 કરોડ વધુ નવા ઘર બનાવીશું.
- મોદીની ગેરંટી છે કે જન ઔષધિ કેન્દ્રો પર 80 ટકા ડિસ્કાઉન્ટ સાથે સસ્તી દવાઓ મળશે. આનો વિસ્તાર પણ કરાશે.
- ભાજપે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે.
- ભારતના ચારેય ખૂણામાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. તેના માટે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
- પ્રવાસન વધારવા માટે કામ કરવામાં આવશે. ભાજપ વિશ્વ પ્રવાસી ગ્લોબલ ટુરિસ્ટને આપણા વારસા સાથે જોડશે. અમે આ હેરિટેજને વર્લ્ડ હેરિટેજ સાથે જોડીશું. ઘણી સાઇટ્સ ડેવલપ કરવામાં આવશે. જો ટુરીઝમ વધશે તો હોટલ, રેસ્ટોરન્ટ અને ઓટો રીક્ષાના માલિકોને ફાયદો થાય છે. ઈકો ટુરીઝમના નવા કેન્દ્રો બનાવશે.
- અમે વિકાસ અને વારસામાં વિશ્વાસ કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક કેન્દ્રો બનાવશે. વિશ્વની સૌથી જૂની ભાષા તમિલ દેશનું ગૌરવ છે. તે આપણું ગૌરવ છે. તમિલ ભાષાની વૈશ્વિક પ્રતિષ્ઠા વધારવા ભાજપ નવા પગલાં ભરશે.
- આદિવાસી ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2025માં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને રાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવામાં આવશે.
- ધરતી માતાના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવશે. ભારતે ક્રાંતિકારી કાર્ય શરૂ કર્યું છે અને સફળતા મેળવી છે. નેનો યુરિયા પર ભાર મૂકવામાં આવશે. ખેડૂત સમૃદ્ધિ કેન્દ્રો વિકસાવવામાં આવશે. સંકલ્પ ફૂડ પ્રોસેસિંગ હબ બનાવવાના છે. લાભ થશે અને રોજગારીનું સર્જન થશે.
- ભાજપ રાષ્ટ્રીય સહકારી નીતિ લાવશે. તેઓ ક્રાંતિકારી દિશામાં આગળ વધવાના છે. દેશભરમાં ડેરી સહકારી મંડળીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
- કઠોળ અને તેલીબિયાંમાં ખેડૂતોને મદદ કરાશે. શાકભાજીના ઉત્પાદન અને સંગ્રહ માટે નવા ક્લસ્ટર બનાવશે. મત્સ્યોદ્યોગ માટે નવા ઉત્પાદન અને પ્રક્રિયા ક્લસ્ટરો બનાવવામાં આવશે. મોતીની ખેતી માટે પણ પ્રોત્સાહનો આપવામાં આવશે.
- ભાજપે જ આપણા પશુપાલકો અને માછીમારોનો કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં સમાવેશ કર્યો છે. દેશના 10 કરોડ ખેડૂતોને પણ ભવિષ્યમાં પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળશે.
- મહિલા ખેલાડીઓ રમતગમતમાં પ્રગતિ કરે તે માટે વિશેષ કાર્યક્રમો અને વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. બહેન-દીકરીઓના આરોગ્યના મિશનને આગળ લઈ સર્વાઈકલ કેન્સર માટે ઝુંબેશ ચલાવવામાં આવશે.
- નમો ડ્રોન દીદી યોજના હેઠળ દરેક ગામની બહેનો ડ્રોન પાઈલટ બનશે. જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે કહ્યું કે તેને સાઈકલ ચલાવતા પણ આવડતું નથી, પરંતુ આજે તે પાઈલટ તરીકે જાણીતી થઈ ગઈ છે.
- પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમને તેમની ખાસ જરૂરિયાત મુજબ આવાસ મળશે, તેના આર્કિટેક બદલવા પડશે, આના પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં આવશે. ટ્રાન્સ જેન્ડરને પણ કોઈ પૂછતું નથી. અમે આવા સાથીઓને ઓળખ અને પ્રતિષ્ઠા આપવાનું શરૂ કર્યું છે. તેમને પણ આયુષ્માન યોજનાના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- શહેર હોય કે ગામ, યુવાનોને તેમના હિતના કામ કરવા માટે વધુ પૈસા મળશે. આઝાદી પછી પહેલીવાર શેરી વિક્રેતાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને ગૌરવ મળ્યું. સ્વ નિધિ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.
- દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર વધી રહ્યું છે. ગયા વર્ષે 17 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. સમગ્ર દેશમાં ચાર્જિંગ સ્ટેશનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. PM સૂર્યા ઘર સાથે જોડીને ચાર્જિંગ સ્ટેશનની દિશામાં આગળ વધી રહ્યા છે. આનાથી દેશમાં રોજગારીની તકો પણ ઊભી થશે.
- રિન્યુએબલ એનર્જી, ગોવર્ધન, બાયો ફ્યુઅલ, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને વેગ આપશે. આ દેશ ગ્રીન જોબ્સનું સર્જન થશે.
- વંદે ભારતનો વિસ્તાર કરાશે. વંદે ભારતનાં 3 મોડલ ચાલશે. વંદે ભારત સ્લીપર, વંદે ભારત ચેરકાર અને વંદે ભારત મેટ્રો. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. એ જ રીતે આગામી સમયમાં ઉત્તર ભારતમાં એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દક્ષિણમાં એક બુલેટ ટ્રેન અને પૂર્વ ભારતમાં એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.
- એવિએશન સેક્ટર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એક હજારથી વધુ નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. પોતાની સાથે રોજગારની શક્યતાઓ લાવશે. નાના શહેરોમાં રહેતા યુવાનો માટે આ ક્ષેત્રો ડ્રીમ સેક્ટર બનશે.
- સેટેલાઇટ ટાઉન બનાવાશેઃ અગાઉની સરકારો શહેરીકરણને પડકાર ગણતી હતી. ભાજપ તેમાં તક જુએ છે. સેટેલાઇટ ટાઉન બનાવાશે, જેનાથી રોજગારીની તકો વધશે.
- સોશિયલ, ફિઝિકલ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે
- વિશ્વના દરેક ઉભરતા ક્ષેત્ર માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાનો સંકલ્પ છે. એ સમય દૂર નથી જ્યારે ભારત ગ્રીન એનર્જી, ઈલેક્ટ્રોનિક, ઓટોમોબાઈલ, સેમી-કન્ડક્ટર, કોન્ટ્રાક્ટિંગ, કોમર્શિયલ હબ બનશે. વિશ્વના સૌથી મોટા આર્થિક કેન્દ્રો ભારતમાં હશે. ભારત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, ગ્લોબલ ટેક્નોલોજી સેન્ટર અને ગ્લોબલ એન્જિનિયરિંગ સેક્ટરનું હબ બનશે.