ગજબ કહેવાય, પુત્ર મોદી સરકારમાં મંત્રી છતાં પણ ખેતરમાં મજૂરી કામ કરે છે માતા-પિતા! જાણો એના પાછળ શું છે કારણ
કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી એલ.મુરુગનના માતા-પિતા હજુ પણ અત્યંત સાદગીથી જ રહે છે. તેમને આ વાતની ખુશી છે કે પુત્ર એ સ્થળે પહોંચી ગયો છે છતાં પણ તે જીવનના અંત સુધી પોતાના પગ પર ઉભા રહેવા માગે છે.
નવી દિલ્લી: આકરા તાપમાં 59 વર્ષના એલ. વરુદમ્મલ એક ખેતરમાં ખડ ઉખાડી રહ્યા છે. લાલ સાડી, ચોલીની ઉપર સફેદ શર્ટ અને માથા પર લાલ ગમછા લપેટીને કામ કરતાં વરુદમ્મલનો ચહેરો ગામડાની રહેવાસી કોઈપણ મહિલા જેવો જ છે. પાસે જ એક ખેતરમાં 68 વર્ષના લોગનાથન જમીન સરખી કરવામાં લાગ્યા છે. બંનેને જોઈને લાગે નહીં કે તે એક કેન્દ્રીય મંત્રીના માતા-પિતા છે. પુત્ર એલ.મુરુગન આ મહિને કેન્દ્રમાં રાજ્યમંત્રી બન્યો છે. પરંતુ તે બંને આજે પણ ખેતરમાં પરસેવો પાડી રહ્યા છે. બંનેને પોતાના પુત્રથી અલગ જિંદગી પસંદ છે. પરસેવો પાડીને કમાયેલી રોટલી ખાવાનું પસંદ કરે છે. શનિવારે ખાનગી સમાચાર પત્ર તેમના ગામડે પહોંચ્યું તો વરુદમ્મલ અચકાઈને કહ્યું- હું શું કરું મારો દીકરો કેન્દ્રીય મંત્રી બની ગયો છે તો? પોતાના પુત્રને નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટનો ભાગ હોવા પર તેમને ગર્વ છે પરંતુ તે તેનો શ્રેય લેવા માગતા નથી. તેમણે કહ્યું કે અમે તેની કારકિર્દીના વિકાસ માટે કંઈ કર્યું નથી.
સમાચાર મળ્યા તો પણ ખેતરમાં કામ કરતાં રહ્યા:
અરુણથથિયાર સમુદાયથી આવનારા આ બંને નમક્કલની પાસે એજબેસ્ટાસની છતવાળી ઝૂંપડીમાં રહે છે. ક્યારેક કુલીનું કામ કરે છે. તો ક્યારેક ખેતરમાં. કુલ મળીને રોજનું કમાઈને રોજ ખાય છે. પુત્ર કેન્દ્રીય મંત્રી છે. આ વાતથી તેમની જિંદગીમાં કોઈ ફરક નથી. જ્યારે તેમના પાડોશીઓએે તેમને આ સમાચાર આપ્યા ત્યારે પણ તે ખેતરમાં કામ કરી રહ્યા હતા. સમાચાર સાંભળ્યા પછી તે રોકાય ન હતા.
પુત્ર પર ગર્વ પરંતુ ખુદ્દારી યથાવત:
માર્ચ 2000માં જ્યારે મુરુગનને તમિલનાડુ બીજેપીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારે તે પોતાના માતા-પિતાને મળવા કોનૂર ગયા હતા. મુરુગનની સાથે સમર્થકોનો ટોળું અને પોલીસ સુરક્ષા હતા. પરંતુ માતા-પિતાએ કોઈપણ જાતનો અવાજ કર્યા વિના શાંતિથી પુત્રનું સ્વાગત કર્યું. તેમને પોતાની પુત્રીની સિદ્ધિઓ પર ગર્વ છે. પરંતુ સ્વતંત્ર રહેવાની તેમની જિદ છે. પાંચ વર્ષ પહેલાં નાના પુત્રનું મોત થયું હતું. ત્યારથી વહુ અને બાળકોની જવાબદારી પણ તે સંભાળે છે.
પુત્ર પાસે બે-બે મંત્રાલયનો પ્રભાર:
મુરુગનની પાસે કેન્દ્રમાં મત્સ્ય પાલન, પશુપાલન અને માહિતી-પ્રસારણ મંત્રાલય છે. આ બંને વિભાગમાં તેમને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. મુરુગને 7 જુલાઈએ બીજા નવા સભ્યોની સાથે શપથ લીધા હતા. તે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ ડીએમકે ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો.
પુત્રની લાઈફ સ્ટાઈલમાં ફિટ ન થઈ શક્યા:
મુરુગનના પિતાએ જણાવ્યું કે તે ભણવામાં અત્યંત હોંશિયાર હતો. ચેન્નઈની આંબેડકર લો કોલેજમાં પુત્રના અભ્યાસ માટે લોગનાથને મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લેવા પડ્યા હતા. મુરુગન વારંવાર તેમને કહેતો હતો કે ચેન્નઈ આવીને સાથે રહે. વરુદમ્મલે કહ્યું કે અમે ક્યારેક જતાં અને ત્યાં 4 દિવસ સુધી તેમની સાથે રહેતા. અમે તેમની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં ફિટ થઈ શક્યા નહીં અને કોનૂર પાછા આવવાનું યોગ્ય લાગ્યું. મુરુગનને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યા પછી માતા-પિતાએ તેની સાથે ફોન પર વાત કરી હતી. બંનેએ તેને પૂછયું હતું કે આ પદ રાજ્ય બીજેપી પ્રમુખથી મોટું છે કે નહીં.
પોતાની કોઈ જમીન નથી, બીજાના ખેતરમાં કામ કરે છે:
ગામના સરપંચે જણાવ્યું કે પુત્રના કેન્દ્રીય મંત્રી બની જવા છતાં તેમના વર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. ગામમાં રહેનારા વાસુ શ્રીનિવાસને કહ્યું કે જ્યારે રાજ્ય સરકાર કોરોના સમયે રાશન વહેંચી રહી હતી ત્યારે લોગનાથન લાઈનમાં ઉભા હતા. તેમણે જણાવ્યું કે અમે તેમને કહ્યું હતું કે લાઈન તોડીને આગળ જતાં રહો, પરંતુ તે માન્યા નહીં. શ્રીનિવાસનના જણાવ્યા પ્રમાણે બંને પોતાની સાદગી માટે જાણીતા છે. તેમની પાસે જમીનનો એક નાનો ટુકડો પણ નથી. તે હાલની તારીખે પણ બીજાના ખેતરમાં જઈને મજૂરી કામ કરે છે.
Share Market: આ સ્ટોક તમને બનાવી શકે છે માલામાલ! જાણો શું કહે છે Market Guru
PM KISAN TRACTOR યોજના હેઠળ મળી શકે છે ટ્રેક્ટરની ખરીદી પર 50 ટકા સબસિડી, જાણો કેવી રીતે મળશે ફાયદો
Jio Fibre 1 વર્ષ માટે મેળવો એકદમ Free! બસ આ Steps કરો ફોલો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube