મનોજ જૈન/ભોપાલ: મધ્ય પ્રદેશના રાજગઢમાં ભારતીય જનતા પાર્ટીમાં લોકસભા ચૂંટણીની ટિકિટને લઈને કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના લીધે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. એબીવીપ નગર અધ્યક્ષ અને પાર્ટી કાર્યકરોએ રાજગઢ જિલ્લાના ખિલચીપુરમાં સુભાષ ચોક પર  રોડમલ  નાગર વિરુદ્ધ નારેબાજી કરતા પૂતળાને ચપ્પલની માળા પહેરાવીને ફૂંકી માર્યું છે. આ બાજુ ભાજપના એબીવીપીના નગર અધ્યક્ષ આદિત્ય સિંહ પરમારે ટિકિટ ફાળવણીનો વિરોધ કરતા કહ્યું કે મોદીજી અમે બધા તમારી સાથે ચોકીદાર હતાં. પરંતુ આપણે એક ચોરને પંસદ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એબીવીપના નગર અધ્યક્ષ આદિત્યપ્રતાપ સિંહે વધુમાં કહ્યું કે હજુ પણ સમય છે આ રોડમલ નાગર ચોરને રોકો અને હજુ પણ ચોરી કરવાની હોય તો ભલે સમર્થન આપો. પરંતુ રાજગઢ જિલ્લામાં તેનું પરિણામ ભોગવવું પડશે. આ પૂતળું અમે  રોડમલ નાગરના વિરોધમાં બાળ્યું છે. ભલે ભાજપે કોઈની ટિકિટ આપી પરંતુ અમે તેનાથી ખુશ નથી. ભાજપના લોકો પણ તેનાથી ખુશ નથી. આ ટિકિટ મોદીજીની નથી. આ ટિકિટ સાથે છેડછાડ થઈ છે. મારું મોદીજીને નિવેદન છે કે હજુ પણ સમય છે આ ટિકિટને રોકો નહીં તો રાજગઢમાં ખુબ નુકસાન થશે. 


એક કાર્યકરે કહ્યું કે વર્તમાન સાંસદનું આ  પૂતળું જનતાએ તેમના વિરોધમાં બાળ્યું છે. કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય તેમનું મોઢું સુદ્ધા જોવા મળ્યું નથી અને જનતા પાસે મતની આશા રાખે છે. હજુ સુધી એક વાર પણ તેમના દર્શન થયા નથી. મોદીજીએ રાજગઢ માટે ખોટો નિર્ણય લીધો છે. પોતે ચોકીદાર થઈને રાજગઢ માટે ઘઉંચોરને અમારા ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આથી જનતામાં આક્રોશ છે. 


અત્રે જણાવવાનું કે રાજગઢની જનતા સહિત ખુદ પાર્ટીના કાર્યકર્તાઓ પણ વર્તમાન સાંસદ રોડમલ નાગરથી નારાજ છે. જેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓએ રોડમલને ફરીથી ટિકિટ મળવા પર નારાજગી વ્યક્ત કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...