નવી દિલ્હી: નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં આજે તેમની સાથે 24 કેબિનેટ મંત્રીઓએ પણ શપથ લીધા. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ ઉપરાંત પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકર પણ સામેલ છે. સરકારમાં પહેલીવાર સામેલ થનારાઓમાં જયશંકર ઉપરાંત પ્રહલાદ જોશી, અર્જૂન મુંડા અને રમેશ પોખરિયાલ નિશંક સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીવાર વડાપ્રધાન બન્યા મોદી, અમિત શાહ સહિત 24 કેબિનેટ મંત્રી, જાણો વિગતવાર


જ્યારે અનેક એવા પૂર્વ મંત્રીઓને આ વખતે મંત્રીમંડળમાં જગ્યા મળી નથી જેમાં મેનકા ગાંધી, રાજ્યવર્ધન રાઠોડ, શિવપ્રતાપ શુક્લા, સત્યપાલ સિંહ, રાધામોહન સિંહ, ડો.મહેશ શર્મા, સુરેશ પ્રભુ, જે.પી.નડ્ડા, મહેશ શર્મા, અને જયંત સિન્હાને જગ્યા મળી નથી. અનુપ્રિયા પટેલ (અપના દળ)ને આ વખતે મોદી કેબિનેટમાં જગ્યા મળી નથી. જ્યારે જેડીયુ સરકારમાં સામેલ થઈ નથી. 


મળો આ 'ઓડિશાના મોદી'ને...કેન્દ્રની મોદી સરકારમાં બન્યાં મંત્રી


સુષમા સ્વરાજને ન મળી જગ્યા
સ્વરાજ મંત્રીમંડળમાં સામેલ નથી જેનું કારણ હજુ સ્પષ્ટ નથી. પરંતુ તેનું એક કારણ તેમનું ખરાબ સ્વાસ્થ્ય હોઈ શકે છે. સુષમા સ્વરાજ મોદી સરકારના અગાઉના મંત્રીમંડળમાં વિદેશ મંત્રી હતાં. પરંતુ આ વખતે તેમણે ચૂંટણી લડી નહતી. તેમણે કહ્યું હતું કે તેમનું સ્વાસ્થ્ય લોકસભા ચૂંટણી લડવાની અને પ્રચાર કરવાની મંજૂરી આપતું નથી. વિદેશ મંત્રી તરીકે પ્રવાસી ભારતીયોમાં તેઓ તેમના કામકાજની રીતને લઈને ખાસ્સા લોકપ્રિય રહ્યાં હતાં. આ ઉપરાંત એક ટ્વિટ પર અનેક લોકોની મદદ માટે પણ તેમને યાદ કરાસે. 2004થી 2014 સુધી તેઓ યુપીએ સરકારના કાર્યકાળમાં લોકસભામાં વિપક્ષના નેતા હતાં અને તેમનો કાર્યકાળ સફળ રહ્યો હતો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...