નવી દિલ્હીઃ કહેવાય છેકે, વિદ્યા વિનયથી શોભે છે. પણ ઘણીવાર શિક્ષણના ધામમાં જ વિદ્યાને લાંછન લગાડતી ઘટનાઓ સામે આવતી હોય છે. પંજાબના મોહાલીમાં સામે આવેલી આવી જ એક ઘટનાથી હડકંપ મચી ગયો છે. પંજાબના મોહાલીમાં ચંદીગઢ યુનિવર્સિટીમાં શનિવારે મધરાતે હંગામો થયો હતો. જેમાં એક ઘટનાને પગલે એક સાથે 8 વિદ્યાર્થિનીઓને આત્મહત્યાનો પ્રયાસ કરતા અચાનક સરકારી તંત્ર પણ દોડતુ થઈ ગયું છે. સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓ રસ્તા પર ઉતરીને વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મોદીનો મેજિક નંબર-8! જાણો 8 નો અંક કઈ રીતે વધારે છે પ્રધાનમંત્રી મોદીનો મેજિક

મહત્ત્વનું છેકે, ચંદીગઢ યુનિવર્સિટીમાં ભણતી એક વિદ્યાર્થિનીએ જ અન્ય 60 જેટલી વિદ્યાર્થિનીઓ નહાતી હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો. તેણે આ વીડિયો શિમલામાં રહેતા તેના મિત્રને મોકલ્યો હતો. તેમને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જ્યારે આ વાત સામે આવી ત્યારે 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. હાલમાં મોહાલીના કેમ્પસમાં વાતાવરણ તંગ છે.

આ પણ ખાસ વાંચોઃ   અમેરિકા, ચીન, જાપાન, રશિયા સહિત દુનિયાભરના નેતાઓ કેમ છે મોદીના જબરા ફેન...?

ઉલ્લેખનીય છેકે, બપોરે 2.30 વાગ્યે ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ પર પણ ગુસ્સો કર્યો હતો. તેઓએ પોલીસનો વિરોધ કર્યો હતો અને તેમના વાહનોમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે વીડિયો આગળ મોકલનાર વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે. હાલ કેમ્પસમાં વાતાવરણ તંગ છે. સમગ્ર મામલામાં સૌથી મહત્વની વાત હવે સતત વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાનો મુદ્દો છે. એક વિદ્યાર્થિની ઘણા સમયથી આ વીડિયો બનાવી રહી હતી. આ વીડિયો કરવાનો હેતુ શું હતો? આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે શિમલામાં રહેતા આરોપી મિત્રને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ છોકરી પણ હિમાચલની છે અને છોકરો પણ ત્યાંનો છે. તો આ બંનેએ આવું કેમ કર્યું? આ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.


આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતીઓએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોયો હતો. આ પછી, તે તમામ 8 વિદ્યાર્થીનીઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાં એક યુવતીની હાલત ગંભીર છે. પોલીસે તમામ પરિવારોને ત્યાં બોલાવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ છોકરી લાંબા સમયથી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવી રહી હતી, જેને તે શિમલામાં તેના મિત્રને મોકલી રહી હતી. તે મિત્રે હવે આ વીડિયો વાયરલ કર્યો છે. આ વાતની જાણ થતાં જ યુવતીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. હાલમાં જ મળતા સમાચાર મુજબ પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube